સાણંદ GIDC માં ગ્રીનઝો કંપનીનું ખાતમુહૂર્ત અને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ - At This Time

સાણંદ GIDC માં ગ્રીનઝો કંપનીનું ખાતમુહૂર્ત અને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ


અમદાવાદના સાણંદ જીઆઇડીસી માં ગ્રીનઝો કંપનીનું ખાતમુહૂર્ત અને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સાણંદ જીઆઈડીસી ખાતે મંગળવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મીની ITI અને ફાયર સ્ટેશનના બિલ્ડીંગનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ ગ્રીનઝો એનર્જી ઇન્ડિયા પ્રા. લી. કંપની ખાતમુહર્ત સાથે સાણંદ, બાવળા, દસ્ક્રોઈ તાલુકાના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા, જગદીશસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર સાણંદ જીઆઇડીસીના પ્રમુખ અજીતભાઈ શાહ અને હોદ્દેદારો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશની જનતા ને વિજયા દસમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે 9 વર્ષ માં કુપોષણ ગરીબી જેવી બાબત દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કર્યું છે. દેશનું અર્થતંત્ર 11 થી 5 માં નંબર પર પહોંચ્યું છે. અનેક નવા કામો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ થયા છે દેશના 60 કરોડ ગરીબોના કલ્યાણનું કામ થયું છે. મોદી પીએમ બન્યા પહેલા ગરીબ કલ્પના નહોતો કરી શકતો કે મારા ઘરમાં શૌચાલય હશે. 10 કરોડ ઘરમાં શૌચાલય બનાવી આપ્યા હોવાનું જણાવ્યુ હતું. કામ કર્યું હતું

સાણંદ જીઆઇડીસીમાં આઈટીઆઈ બનવાથી સાણંદ અને બાવળા માટે આર્શીવાદ રૂપ છે

કેમ કે કંપનીઓમાં સ્કીલ અને સેમી સ્કીલ જેવા જેટલા કર્મચારીની જરૂર પડે છે

ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ભાર મૂકીને જણાવ્યું હતું કે 5 તાલુકામાંથી કારીગરો મળવા જોઈએ એવી વ્યવસ્થા અહીની ITI માં કરવા કરવામાં આવી છે

*..✍🏻 બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ..📹*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.