જાફરાબાદ ખાતે આવેલ નવા બ્રિજ નીચે આવેલ દરિયાઇ ખાંડી નીચે બીન અધિકૃત બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ માં સ્થાનિક તંત્ર નું બુલડોગ ફરી વળ્યું
જાફરાબાદ ખાતે આવેલ નવા બ્રિજ નીચે આવેલ દરિયાઇ ખાંડી નીચે બીન અધિકૃત બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ માં સ્થાનિક તંત્ર નું બુલડોગ ફરી વળ્યું
આ બિન અધિકૃત બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ બાબતે જે-તે સમયે સ્થાનિક તંત્ર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ આ મામલો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જતા કલેકટર થી લઈને આ બાબતે લગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ ને ગુજરાત હાઇકોર્ટે નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. તા/૧૬/૦૫/૨૦૨૪ ના રોજ અમરેલી કલેકટર દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ( સી.આર.ઝેડ.) સમિતિ દ્વારા અમરેલી બેઠકમાં જાફરાબાદ શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ દરિયાઇ ખાંડીના કાંઠે બિન અધિકૃત બનાવવામાં આવેલ ક્રિકેટ મેદાનના પાળાને દૂર કરવા કલેકટર દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સી.આર. ઝેડ.) સમિતિ અમરેલી બેઠકમાં શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ દરિયાઇ ખાંડી ના કાંઠે બનાવવામાં આવેલ ક્રિકેટ મેદાનના પાળાને દૂર કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે સંદર્ભે પત્ર નં ૨ થી સદર કામગીરી ક્ષાર અંકુશ નિયંત્રણ વિભાગના અધિકારી ની હાજરીમાં પુર્ણ કરવા જણાવેલ હોય આજરોજ તા/૧૭/૦૫/૨૦૨૪ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકે નગરપાલિકા નું જે.સી.બી. મારફતે બિન અધિકૃત બનાવવામાં આવેલ ક્રિકેટ મેદાનના પાળા ને દૂર કરવામાં આવ્યા હતા અને આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા વિડિયો ગ્રાફિક તથા ફોટોગ્રાફી કરવા આવી હતી આ બીન અધિકૃત ક્રિકેટ ગ્રાઉન્ડ બાબતે સ્થાનિક જાગૃત નાગરિક હરેશભાઇ બાંભણિયા દ્વારા તા/૨૨/૧૨/૨૦૨૩ ના રોજ તથા તા ૨૩/૧૨/૨૦૨૩ આ બાબતે લાગતાવળગતા અધિકારીઓ ને અરજી કરવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે દરિયાઇ ખાંડી નીચે બીન અધિકૃત મેન્ગ્રુઝના ઝાડ કાપતા આધુનિક સાધનો દ્વારા થતું ખનન નુકસાન નો વિડિઓ અધિકારી ને મોકલવામાં આવ્યો હતો પરંતુ અધિકારી ઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવા આવ્યા નહતા પર્યાવરણ નું ઘોરખોદી નાખતા તત્વો ઉપર રહેમનજર રાખતા હોય તેવું જાગૃત નાગરિક હરેશભાઇ બાંભણિયા દ્વારા જણાવાયું હતું તેમજ સ્વ ભીખુભાઈ બાટાવાળા દ્વારા પણ આ દરિયાઇ ખાંડી પણ બીન અધિકૃત પાળા બાંધી ખનન બાબતે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી મોટા પ્રમાણમાં મેન્ગ્રુઝ ના વૃક્ષો નું થતું છેદન કરનાર કસુર વારો સામે પગલાં લેવા સ્થાનિક અધિકારીઓ તથા મુખ્યમંત્રી તથા રાજ્યપાલ શ્રી તથા અમરેલી કલેકટર શ્રી અને ફોરેસ્ટ વિભાગ ને જે તે સમયે લેખિત અરજી ઓ કરી હતી પરંતુ આ બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી હરેશભાઇ બાંભણિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરતાં નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયાની ડિવિઝન બેન્ચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમરેલી વહીવટી તંત્રને અને કેન્દ્ર અને રાજ્ય સરકાર અને જિલ્લાના અધિકારીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. તૈયાર બાદ કુંભકર્ણની નિદ્રામાં થી જાગતું તંત્ર દ્વારા આ બીન અધિકૃત પાળા બાંધી બનાવવામાં આવેલ અને ફોટા પાડી મિડિયા તથા સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ કાયદાઓને પોતાના પાટું નીચે દબાવી દેતા લોકો સામે કાયદો શું છે. તે બતાવી દેતું ગુજરાત હાઇકોર્ટ અને તંત્ર દ્વારા આ મોટા ઉપાડે બનેલું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જે.સી. બી. ફરી વળ્યું હતું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.