રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને પોલિયો વિરોધી રસી અપાઈ.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ દેશમાંથી બાળ લકવાની નાબુદી કરવા માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા.૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના આયુષ્માન આરોગ્ય મંદિર વીરડા વાજડી પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરપદડ પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધીકારી ડો.નવનાથ ગવ્હાણેના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોવિયા પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધોળીધાર પોલીયો બુથનું ઉદઘાટન મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા તેમજ જિલ્લાના અન્ય પોલીયો બુથનું ઉદઘાટન ઉપપ્રમુખ, નગરપાલિકાના વિસ્તારના પદાધીકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચઓ અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્યના પ વર્ષથી ઓછી વયના બાળકોને પોલીયો વિરોધી રસી આપવાનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લાના પ વર્ષથી ઓછી ઉંમરના ૧,૮૮,૫૫૭ બાળકોને રસી આપવા માટે ૯૨૬ રસીકરણ બુથ અને ૧૭૪૧ રસીકરણ ટીમો કાર્યરત છે. આ કામગીરી આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કરી રહ્યાં છે. ૧૮૭ સુપરવાઈઝરો સુપરવિઝન કરી રહ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૩૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન જેવી જાહેર જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે. તા.૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ પ્રથમ દિવસે આરોગ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બુથ બનાવીને ૧,૬૧,૯૮૦ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ દરેક ઘરોની મુલાકાત લઇને, કોઈ બાળક રસી લેવામાં બાકી નથી તેની ખાત્રી કરશે. રસીકરણમાં બાળક બાકી રહી ગયેલા કુલ ૨૬,૫૭૭ બાળકોને સ્થળ પર જ રસી આપવામાં આવશે. આમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફૂલમાળી, RCHO ડો.પરેશભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા પોલિયો રસીકરણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.