નાગલપરના ધરતીપુત્ર કનૈયાભાઈ ગોબરધન યોજના અને પ્રાકૃતિક ખેતીના સુભગ સમન્વયથી સમૃદ્ધિના દ્વાર આંબી રહ્યા - At This Time

નાગલપરના ધરતીપુત્ર કનૈયાભાઈ ગોબરધન યોજના અને પ્રાકૃતિક ખેતીના સુભગ સમન્વયથી સમૃદ્ધિના દ્વાર આંબી રહ્યા


(અસરફ જાંગડ દ્વારા)
આજે વાત ગોબરધન યોજનાના લાભાર્થી બોટાદના કનૈયાભાઈની..બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના નાગલપર ગામમાં રહેતા અને પ્રાકૃતિક કૃષિ કરતા લાભાર્થી કનૈયાભાઈ સાસવાડીયા જણાવે છે કે, “ગોબરધન યોજના ખૂબ સારી યોજના છે. અમારે ગેસ સિલિન્ડર ખરીદવાની જરૂર પડતી નથી. ગોબર ગેસની જે સ્લરી નીકળે તેમાંથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. દરેક ખેડૂતભાઈઓએ અવશ્યથી ગોબરધન યોજનાથી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, હું સરકારશ્રીનો આભાર માનું છું.નાગલપરના ધરતીપુત્ર શ્રી કનૈયાભાઈ પોતાની 20 વિઘા જમીનમાં પ્રાકૃતિક રીતે ખેતી કરી રહ્યા છે. ગોબરધન યોજના અને પ્રાકૃતિક ખેતીના સુભગ સમન્વયથી તેઓ સમૃદ્ધિના દ્વાર આંબી રહ્યા છે.સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તબક્કો -૨ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોને ODF+ સ્ટેટ્સ તરફ અગ્રેસર કરવા માટે ગોબરધન મહત્વની યોજના છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ છાણ તથા જૈવિક કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત તથા બહેનોના સ્વસહાય જૂથોની ખાદ મંડળીઓ વગેરે ઉદેશ્ય સર કરવાનું યોજનાનો મહત્વનો ઉદેશ્ય છેકલ્સ્ટર આધારિત બાયોગેસ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાના સિમાંત ખેડૂતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.