RTOમાં શંકાસ્પદ 4 કર્મચારીએ ઈ-મેલ કરીને રજા લંબાવી દીધી
આરટીઓ ગાંધીનગર ખાતે છેલ્લા 3 સપ્તાહથી પણ વધુ સમયથી 4 કર્મચારીઓ રજા પર ઉતરી ગયેલાં જોવાં મળી રહ્યાં છે. આ બાબતે તંત્ર પણ કર્મચારીઓને છાવરતું હોય તેમ મેડિકલ રજાના ઓથા હેઠળ ફરી એક વાર કર્મચારીઓએ ઈ-મેઈલ કરીને તેમની રજા લંબાવી છે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જમ્મુ કાશ્મીરના આર્મી જવાનોના નામે ડમી લાયસન્સ બનાવી આપવાના કેસમાં ગાંધીનગર આરટીઓ કચેરીના વધુ 4 શંકાસ્પદ નામો ઉમેરાતાં છેલ્લાં 3 સપ્તાહથી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.