મકાન માલિક સાથે ઝઘડો થયાનો ખાર રાખી કડીયાકામ કરતાં યુવકને લમધાર્યો - At This Time

મકાન માલિક સાથે ઝઘડો થયાનો ખાર રાખી કડીયાકામ કરતાં યુવકને લમધાર્યો


બેડીપરા ગીરનારી શેરીમાં મકાન માલિક સાથે ઝઘડો થયાનો ખાર રાખી ત્યાં કડીયાકામ કરતાં યુવાનને ત્રણ શખ્સોએ ધોકાથી ફટકારતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે વાંકાનેર રેલવે સ્ટેશન પાસે શક્તિપરા સોસાયટીમાં રહેતા શાહરૂખ યુસુફભાઇ સામદાર (ઉ.વ. 27)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજ મકવાણા, પ્રતાપ જાદવ અને અજાણ્યા શખ્સોના નામ આપતા બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તે રાજકોટમાં બેડીપરા ગીરનારી શેરીમાં કિરણબેન ડાભીના ઘરે કડીયાકામ કરે છે અને ત્યાં જ રહે છે. ત્રણ દિવસ પહેલા તે જયાં કડીયાકામ કરે છે તે મકાન માલિક કિરણબેનને રાજ મકવાણા સાથે બોલાચાલી થઇ હતી.
જેમનો ખાર રાખી તેઓ કિરણબેનના ઘર પાસે બેઠો હતો ત્યારે રાજ મકવાણા, પ્રતાપ અને અજાણ્યા શખ્સો ધોકા લઇ આવેલ અને પૂછેલ કે કિરણબેન ક્યાં છે? જેથી તેમણે પોલીસ મથકે ગયેલ હોવાનું કહેતા ધોકાથી માર મારવા લાગેલ જેથી તે ભયનો માર્યો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદમાં મકાન માલિક કિરણબેન આવી જતા તેમને 108 મારફતે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.