જસદણની શ્રીનાથજીની હવેલીમાં ગંગાદશમીના ભવ્ય દર્શન યોજાયા
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં ગંગાદશમીના ભવ્ય દર્શન યોજાયા હતા હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ જેઠ સુદ દશમના રોજ ગંગાદશમીના પવિત્ર દિવસે ઠાકોરજીને નાવમાં પધરાવવામાં આવ્યા હતા અને મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય દર્શનનો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો. દર્શન દરમિયાન કિર્તનીયાઓએ કિર્તન તથા બહેનોએ ધોળ પદ ગાયા હતા. નૌકા વિહારના દર્શન દરમિયાન ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી. વર્ષમાં માત્ર એક જ વખત થતા ઠાકોરજીના નૌકાવિહારનાં અલૌકિક દર્શનનો વૈષ્ણવોએ ઉત્સાહભેર લાભ લીધો હતો તેમ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે ઉમેર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.