સ્વયં અને સમાજ માટે યોગ’ના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન - At This Time

સ્વયં અને સમાજ માટે યોગ’ના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન


સ્વયં અને સમાજ માટે યોગ’ના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન

આંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમતમગત,  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ બનાસકાંઠાના સરહદી વિસ્તારના નડા બેટમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

આ કડીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ તેમજ નગરપાલિકાઓમાં યોગ અભ્યાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૧ જૂને જિલ્લા મથક અમરેલી તેમજ નગરપાલિકા અને તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી છે.

આ અંગેની વિગતો આપવાના હેતુથી, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા આહ્વાન કર્યુ હતુ.

જિલ્લા કલેકટરશ્રીએ, જિલ્લામાં યોજનારા કાર્યક્રમોમાં અમરેલીની યોગપ્રેમી વધમાં વધુ સંખ્યામાં નાગરિકોને યોગ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. અમરેલીમાં જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાન અમરેલીમાં અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નાગરિકો અને સંસ્થાઓ પણ પોતાના સ્તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકે છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ તમામ સ્થળો પર સવારે ૬.૦૦ કલાકથી થશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, નાગરિકો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ, ખેડૂતો, મહિલાઓ યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો, અમરેલી તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા, ધારી – શ્રી જી.એન. દામાણી હાઈસ્કુલ, ચલાલા નગરપાલિકા- ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા, ખાંભા- શ્રી જે.એન. મહેતા હાઈસ્કુલ, રાજુલા નગરપાલિકા -તાલુકો- શ્રી જે.એન. સંઘવી હાઈસ્કુલ, જાફરબાદ નગરપાલિકા-તાલુકો- શ્રી પારેખ એન. મહેતા હાઇસ્કુલ, સાવરકુંડલા નગરપાલિકા-તાલુકો ઓપન એર થિએટર, જનતા બાગની બાજુમાં સાવરકુંડલા, લીલીયા- તાલુકા પંચાયત કચેરી, બગસરા નગરપાલિકા-તાલુકો- શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ,  કુંકાવાવ- વડીયા શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇર સેકન્ડરી વડીયા,  લાઠી નગરપાલિકા-તાલુકો- તાલુકા પે સેન્ટર શાળા, દામનગર નગરપાલિકા- શ્રી એમ.સી. મહેતા હાઇસ્કુલ, બાબરા નગરપાલિકા-તાલુકો- નમો વડ વન, મેલડી માતાના મંદિર પાસે યોજાશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને પત્રકારશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.