રોડ રીસરફેસની કામગીરી મંથરગતિએ , અમદાવાદમાં એક વર્ષમાં માત્ર ૨૪૫ રસ્તા રીસરફેસ કરાયાં - At This Time

રોડ રીસરફેસની કામગીરી મંથરગતિએ , અમદાવાદમાં એક વર્ષમાં માત્ર ૨૪૫ રસ્તા રીસરફેસ કરાયાં


        અમદાવાદ,મંગળવાર,23 ઓગસ્ટ,2022અમદાવાદમાં આ વર્ષે જુલાઈ મહિનાથી શરુ થયેલી ચોમાસાની
મોસમની વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર મ્યુનિ.તંત્ર તરફથી અત્યારસુધીમાં
દસ હજારથી વધુ ખાડા પુર્યા છે.દરમિયાન શહેરમાં રોડ રીસરફેસ કરવાની કામગીરી
મંથરગતિએ ચાલી રહી છે.એક વર્ષમાં માત્ર ૨૪૫ રસ્તા રીસરફેસ કરવામાં આવ્યા
છે.વર્ષ-૨૦૨૦-૨૧માં શહેરમાં કુલ ૩૭૭ રસ્તા રીસરફેસ કરવામાં આવ્યાં હતાં.ધીમીગતિએ
ચાલી રહેલી રોડ રીસરફેસની કામગીરીથી શહેરીજનોની હાલાકીમાં વધારો થઈ રહયો છે.

શહેરમાં વર્ષ-૨૦૧૯-૨૦માં સાત ઝોનમાં ૧૩૫૬૯૪કીલો  મીટર લંબાઈના ૩૩૧ અને રોડ પ્રોજેકટ દ્વારા
૧૭૪૯૧૯કીલો મીટર લંબાઈના ૩૦ રોડ મળી કુલ ૧૭૪૯૧૯કીલો મીટર લંબાઈના કુલ ૩૬૧ રોડ
રીસરફેસ કરવામાં આવ્યાં હતા.વર્ષ-૨૦૨૦-૨૧માં સાત ઝોનમાં ૧૩૭૩૯૨ કીલોમીટર લંબાઈનાં
૩૪૩ અને રોડ પ્રોજેકટ દ્વારા ૩૪૨૦૧ કીલોમીટર લંબાઈના ૩૪ રોડ મળી કુલ ૧૭૧૫૯૩ મીટર
લંબાઈના ૩૭૭ રોડ રીસરફેસ કરવામાં આવ્યા હતા.વર્ષ-૨૦૨૧-૨૨માં ૧૩૯૯૮૭ કીલોમીટર
લંબાઈના કુલ ૨૪૫ રોડ જ રીસરફેસ કરવામાં આવ્યાં છે.ત્રણ વર્ષમાં સાત ઝોન અને રોડ
પ્રોજેકટ દ્વારા ૪૮૬.૪૯ કીલોમીટર લંબાઈના કુલ ૯૮૩ રોડ રીસરફેસ કરવામાં આવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.