2024 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા અડધી થઈ જશે: નિતિન ગડકરી
- સરકાર નેશનલ હાઈ-વે પરથી બ્લેક સ્પોર્ટસ ખતમ કરવા માટે અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છેનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માત (Road Accidents)માં દોઢ લાખ લોકો જીવ ગુમાવે છે. હવે માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સરકારે કમર કસી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ દાવો કર્યો છે કે, વર્ષ 2024ના અંત સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતની સંખ્યા અડધી કરવાનો લક્ષ્ય સરકારે રાખ્યો છે. સરકાર નેશનલ હાઈ-વે પરથી બ્લેક સ્પોર્ટસ ખતમ કરવા માટે અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. ઈંદોરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા નિતિન ગડકરીએ કહ્યું કે, દર વર્ષે લગભગ 5 લાખ માર્ગ અકસ્માતમાં 1.5 લાખ લોકોના મૃત્યુ થાય છે અને 3 લાખ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થાય છે. ગડકરીએ કહ્યું કે, 2024ના અંત સુધીમાં અકસ્માત અને મૃત્યુમાં 50%નો ઘટાડો કરવાની યોજના સરકારે બનાવી છે. ભારતમાં સૌથી વધુ અકસ્માતમાર્ગ અકસ્માતમાં થતા કુલ મૃત્યુમાં ભારતની હિસ્સેદારી સૌથી વધારે છે. વર્લ્ડ બેન્ક (World Bank) દ્વારા 2021મા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં માર્ગ અકસ્માતમાં થયેલી મૃત્યુમાં ભારતની હિસ્સેદારી 11% છે અને ભારતમાં સૌથી વધુ અકસ્માત થાય છે. નિતિન ગડકરીએ કહ્યું કે, સરકાર આ અકસ્માતમાં ઘટાડો લાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહી છે. 25 હજાર કરોડ કર્યા ખર્ચકેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકાર 2024 સુધીમાં રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નેશનલ હાઈવે પરથી બ્લેક સ્પોટ દૂર કરવા માટે જોરશોરથી કામ કરી રહી છે. નિતિન ગડકરીએ કહ્યું કે, બ્લેક સ્પોટ હટાવવા માટે અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. વિશ્વ બેંક અને એશિયાઈ વિકાસ બેંકની મદદથી સરકારની 15,000 કરોડ રૂપિયાની અન્ય પરિયોજના પર કામ ચાલી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.