રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને 11 લાખનું અનુદાન   - At This Time

રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને 11 લાખનું અનુદાન  


રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને 11 લાખનું અનુદાન સદભાવના વૃદ્ધાશ્રમને રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું. વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને,નિયમાનુસાર.અને.સંસ્થાની.પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 700 રૂમનાં નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કે 2000 વડીલોનો સમાવેશ કરવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમને રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમની વિવિધ પ્રવૃતિઓથી ખુશ થઈને 11 લાખનું અનુદાન આપ્યું હતું. સદભાવના વૃદ્ધાશ્રમનાં ટ્રસ્ટી ધીરુભાઈ કાનાબાર દ્વારા તેમનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.