ડભોઈ તાલુકાનાં અકોટી પ્રાથમિક શાળાના શિક્ષક વય નિવૃત્ત થતાં વિદાય – સન્માન સમારંભ યોજાયો - At This Time

ડભોઈ તાલુકાનાં અકોટી પ્રાથમિક શાળાના શિક્ષક વય નિવૃત્ત થતાં વિદાય – સન્માન સમારંભ યોજાયો


રિપોર્ટ- નિમેષ સોની,ડભોઈ
છેલ્લા ઘણા સમયથી ડભોઇ તાલુકાના અકોટી ગામે આવેલ પ્રાથમિક શાળામાં એક નિષ્ઠાવાન શિક્ષક તરીકે ફરજ બજાવતા બારીયા જશવંતલાલ મોતીલાલ જેઓ વય નિવૃત થતા હોય તેઓનો વિદાય સમારંભ તાલુકાના આચાર્યશ્રી, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.
શિક્ષક એ સમાજનો શિલ્પી છે બાળકના સિંચનનો એક ભાગ છે માતા - પિતા પછીનું તરતનું સ્થાન શિક્ષકનું આવે છે. બાળકને સંસ્કારનું સિંચન શિક્ષક દ્વારા થતું હોય છે. શિક્ષકએ બાળકના સિંચનનો એક આધાર સ્તંભ પણ છે, માટે શિક્ષકને આપણે આદરપૂર્વક પ્રણામ કરતા આવ્યા છે. ત્યારે તેઓનો વિદાય સમારંભ પણ આપણે આદરપૂર્વક જ કરવો જોઈએ.
વિદાય સમારંભ ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા) અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ)ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો તેમજ ડભોઇ તાલુકા શિક્ષણ મંડળી ના સભાસદ ૫૭૦ અને ડભોઇ તાલુકા ના ૬૦૦ શિક્ષકો દ્વારા સંયુક્ત મંડળીના મંત્રી સ્વ કમલ બાબુના પરિવાર ૫,૬૧,૦૦૦ નો ચેક ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આપવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.