શિશુવિહાર ખાતે સત્કર્મ સન્માન સમિતિ ના ઉપક્રમે અભિવાદન સમારોહ યોજાયો
શિશુવિહાર ખાતે સત્કર્મ સન્માન સમિતિ ના ઉપક્રમે અભિવાદન સમારોહ યોજાયો
ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ ના ઉપક્રમે અભિવાદન ભાવનગર ના પ્રબુદ્ધ નાગરિક જીવનને સમાજ ઉપયોગી રાખતી શહેરની ૮ સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ૮ સેવાના ભેખધારી નાગરિકોનું સન્માન યોજાઈ ગયું..ફકત સેવા ભાવના થી , કોઈપણ અપેક્ષા વગર સત્કર્મ કરતાં વ્યક્તિ ઓ અને સંસ્થાઓને સન્માનવા ભાવનગર ના જાણીતા ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી શ્રી જયંત ભાઈ વાનાણી તથા પી. એન. આર સોસાયટી ના મેનેજીંગ શ્રી અનંતભાઇ શાહ ની ઉપસ્થિતિ માં શિશુવિહાર પ્રાંગણ માં તા.૨૦ એપ્રિલ ના રોજ યોજાયેલ સમારોહ માં ભાવનગર ની જાણીતી સેવાભાવી સંસ્થા શિશુવિહાર માં વર્ષ ૧૯૬૦ થી ચાલતી દર્દી સાધન સહાય પ્રવૃત્તિ થકી વર્ષ ૨૦૧૦ - ૨૦૨૩ દરમિયાન ૮૭૫૬ દર્દીઓ સુધી કોમડ ચેર , એરબેડ , વ્હીલચેર , વોકર , બેડપાન, બેડ વગેરે સાધન પહોચાડનાર શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી અનિલભાઈ જોશી નું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે થયું.ભાવનગર ની ઓળખ સમાન સેવા સુવાસ ના વિસ્તાર અને કાર્ય માટે પ્રવૃત્તિ ડૉ.નલીનભાઇ પંડિત અને પરેશભાઈ ત્રિવેદી પ્રેરિત સતત પાંચમા વર્ષે યોજાતા કાર્યક્રમ માં શહેર ના ૧૫૦ થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.