રીક્ષામાં બેસેલા વૃધ્ધાની થેલીમાંથી સોનાનો ચેઇન તફડાવનાર સાસુ-જમાઈની બેલડી ઝડપાઈ - At This Time

રીક્ષામાં બેસેલા વૃધ્ધાની થેલીમાંથી સોનાનો ચેઇન તફડાવનાર સાસુ-જમાઈની બેલડી ઝડપાઈ


ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીક્ષામાં બેસેલા વૃધ્ધાની થેલીમાંથી સોનાનો ચેઇન તફડાવનાર સાસુ-જમાઈની બેલડીને દબોચી બી. ડિવિઝન પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે દેવપરામાં ભવાની ચોક પાસે રહેતાં કોકીલાબેન દ્વારકાદાસ તેજુરા (ઉ.વ.62) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ એકલવાયું જીવન ગાળે છે. ગઈ તા.20 ના બપોરના સમયે કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના અશ્રમ પર આંખના દવાખાને આંખના ડોક્ટર પાસે તપાસ માટે આવેલ હતી. બાદમાં તેઓ રોડ પર રીક્ષાની રાહ જોઈ ઉભા હતાં.
ત્યારે એક રીક્ષા આવેલ અને ડ્રાઇવરને જણાવેલ કે, મારે ભવાની ચોક જવુ છે. તે રીક્ષામાં પહેલેથી એક રીક્ષા ડ્રાઈવર તથા રીક્ષાની પાછળ એક મહિલા બેસેલ હતી. બાદ તે રીક્ષામાં બેઠેલ બાદમાં પાછળ બેસેલા એક અજાણી મહિલા તેમની સાથે બેસવા બાબતે ધક્કા મૂકી કરેલ અને તેમને ગ્રીનલેન્ડ ચોકડી તરફ કુવાડવા રોડ ઉપર રીક્ષા ચાલકે કહેલ કે, તમે અહિં ઉતરી જાઓ હવે મારે ભવાની ચોક બાજુ જવુ નથી જેથી તેઓ ત્યાં ઉતરી ગયેલ હતાં.
ત્યારબાદ તેમની પાસે રહેલ થેલી અંદર જોતા તેમાં રાખેલ સોનાનો ચેન 14 ગ્રામનો રૂ.1 લાખનો તેમજ રોકડ રૂ.450 તે જોવામાં આવેલ નહી અને બાદમાં થેલી ચેક કરતા થેલીમાં કોઈ ધારદાર વસ્તુ દ્વારા ચેકો પાડી થેલી તુટેલી હતી. જેથી રીક્ષામાં બેસેલ મહિલાએ ધક્કા-મુક્કી કરી થેલીમાંથી દાગીના અને રોકડ ચોરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મારૂ અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, કોન્સ્ટેબલ ભાનુશંકર ધાંધલા અને રાજદિપ પટગીરને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાકેશ ઉર્ફે ઉગો સવજી રાઠોડ (રહે. ગોવિંદ રત્ન બંગલોઝની સામે નાના મવા) અને હંસાબેન દિનેશ સોલંકી (રહે. કુબલિયાપરા શેરી નં.5) ને દબોચી લઈ સોનાનો ચેઇન, ઓટો રીક્ષા અને રોકડ મળી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી બંને સાસુ-જમાઈ થાય છે અને બંને પહેલી વાર જ ચીલઝડપમાં હાથ અજમાવ્યો અને પકડાઈ ગયાં હતાં


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.