વલ્લભવિદ્યાનગરના સ્થાપના દિનની ઉજવણી
વલ્લભ વિદ્યાનગરી'' ના 77વર્ષ પૂર્ણ:સરદાર પટેલ યુનિવર્સિટીના "ભાઈકાકા એકમ પ્રકલ્પ ચેર” અંતર્ગત વલ્લભવિદ્યાનગરના સ્થાપના દિનની ઉજવણી
આણંદ જિલ્લામાં ત્રીજી માર્ચ એટલે વલ્લભ વિદ્યાનગરનો સ્થાપના દિવસ. આજે ''વલ્લભ વિદ્યાનગરી'' ના 77વર્ષ થયા છે. આમ છતાં, શિક્ષણના સેવાયજ્ઞથી સદાય પ્રજવલિત વિદ્યાનગર યુવાઓની સતત ઉપસ્થતિના લીધે હંમેશા તરવરિયા યુવાન જેવું લાગે છે. વલ્લભ વિદ્યાનગર આજે રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે. વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર પણ તરીકે જાણીતું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.