હળવદ : ફેસબુકમાં સસ્તો ફોન વેચવાના બહાને ચીટીંગ કરનાર ઇસમ ઝડપાયો
ખોટી ફેસબુક આઈડી બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મૂકી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી હળવદના યુવાન સાથે ચીટીંગ કરનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ મથકમાં ચીટીંગની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલાએ તેના મોબાઈલમાં ફેસબુક એપ્લીકેશનમાં ખોટી આઈડી બનાવી મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મૂકી ફરિયાદી મયુરભાઈ ઉડેશાને વિશ્વાસમાં લઈને સાહેદ વિપુલભાઈ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડીપોઝીટ ભરવા પેટે યુપિઆઇ સ્કેનર મેળવી આઈફોન ૧૫ ના રૂપિયા ૪૫,૫૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી ફોન નહિ આપી ચીટીંગ કરી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
જે ગુનામાં સંડોવાયેલ ઇસમનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર વોરંટથી મેળવી હળવદ પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા રહે મૂળ વાસાવડ ગીર સોમનાથ જીલ્લો hal સુરત વાળાની અટક કરી હતી
જે આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ મથક, સુત્રાપાડા પોલીસ મથક, કેશોદ પોલીસ, રાજકોટ શેહર સહિતના પોલીસ મથકમાં છ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે
જે કામગીરીમાં હળવદ પીઆઈ આર ટી વ્યાસ, રમેશભાઈ ગોહિલ, નરેન્દ્રભારતી ગોસ્વામી, પ્રફુલભાઈ સોંનગ્રા, મુકેશ્બાહી વાસાણી, યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.