રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં બાળક વેચાણનો ડૉક્ટરો પર ગંભીર આરોપ. હોસ્પિટલ દ્વારા અસલી બાળકનો નકલી જન્મ કરાવી બર્થ સર્ટિફિકેટ બનાવાયુ, ivf પદ્ધતિ ના નામે રૂપિયા પડાવ્યા, ભોગ બનનારા દંપતીએ બાળક પરત કરી પતિનો ડોકટરો અને કમ્પાઉન્ડર સહિત ચાર(૪)પર બાળક તસ્કરી નો આરોપ.
રાધનપુર ખાતે આવેલા સાઈ કૃપા હોસ્પિટલના ડોક્ટરો અને એક કંપાઉન્ડર પર બાળક તસ્કરી અને છેતરપીંડીના ગંભીર આરોપ સાથે પાટણના રહેવાસી નિરવ મોદી દ્વારા પોલીસ મહા નિર્દેશક સાહેબશ્રીને ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદી અનુસાર, તેઓ અને તેમની પત્ની સંતાનપ્રાપ્તિ માટે સારવાર લેતા હતા. ડૉક્ટર આનંદ પટેલ અને પુનિતબેન પટેલે તેમને “IVF” પદ્ધતિ દ્વારા બાળક પ્રાપ્ત કરાવી દેવાનો ભરોસો આપ્યો હતો. પરંતુ, ફરિયાદ અનુસાર, આ પદ્ધતિનો ખોટો હવાલો આપી, તેઓને નકલી દસ્તાવેજો અને બાળકનો બર્થ સર્ટિફિકેટ તૈયાર કરીને છેતરપીંડી કરવામાં આવી હતી.
વિગતવાર ફરિયાદ મુજબ:
ડૉક્ટરો અને કંપાઉન્ડર મળીને ગેરકાયદેસર રીતે આદિવાસી મહિલાઓ પાસેથી નવજાત શિશુઓ મેળવી તેને વેચાણ કરતા હોવાનું આરોપ છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે શિશુના દસ્તાવેજોમાં તેમના નામનો ખોટો ઉપયોગ કરીને તેમને અને અન્ય લોકોને ફસાવવામાં આવ્યું હતું.
જે બાળકની આપૂર્તિ કરવામાં આવી હતી, તે નબળી તંદુરસ્તીનું હોવાથી ફરિયાદીએ પાછું સોંપ્યું હતું. પરંતુ આઠ-નવ મહિનાની પ્રક્રિયા દરમિયાન નાણાં પરત ન આપીને ધમકી આપવામાં આવી હતી.
કાયદાકીય કલમો:
ફરિયાદમાં IPC કલમ 406, 420, 465, 467, 468, 471, 120(બી), 114 અને 370(5) હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ છે.
ફરિયાદીનું નિવેદન:
"આ આરોપીઓ ડોક્ટર હોવા છતાં ગેરકાયદેસર રીતે બાળકોનો વેપાર કરતા હોય તેવું જણાય છે. આ મામલે તાત્કાલિક તપાસ થાય અને ગંભીર કાર્યવાહી કરવામાં આવે."
તપાસ ચાલુ:
હાલમાં પોલીસ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી અને સંબંધિત ડોક્ટરો તથા હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
તમામ સમુદાય માટે ચેતવણી:
આ મામલામાં આર્થિક તેમજ માનસિક પીડા સાથે પરિવારોને છેતરાયા હોવાના આરોપ છે. આ પ્રકારની ઘટના કોઈ બીજા સાથે ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.