સુઈગામ-વાવ સરહદી વિસ્તારમાં દારૂની ખેપ મારતા બુટલગરો પાસેથી તંત્ર વહીવટ લેતું હોવાની તેવી લોકમુખે ચર્ચા.
થર્ટી ફર્સ્ટ એટલે ગુજરાતીઓ માટે દારૂનું સેવન કરવાનો તહેવાર,ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દૂધ કરતાં દારૂ ઘણો વહેંચાય છે, દારૂ લતમાં યુવાનો અવળા રસ્તે ચડી જતા હોય છે,જેના પણ ઘરમાં દારૂનું દુષણ ઘર કરી જાય તેના ઘરમાં દારૂના કારણે સ્ત્રીઓને યુવા વયે વિધવા થવું પડતું હોય છે બાળકોનું ભવિષ્ય બગડી જતું હોય છે, પણ આ બધું જવાબદાર તંત્રને દેખાતું નથી હોતું કેમ કે તેમને બાંધેલી રકમનો હપ્તો તેમને મળી જતો હોય છે એટલે તેઓ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે આંખ બંધ કરી લેતા હોય છે, લોકોમાં એવો પણ ગણગણાટ છે કે દારૂના હપ્તા સુઈગામ-વાવથી કરીને સી.એમ સુધી જતા હોય છે એટલે આજ સુધી કોઈ માયનો લાલ દારૂ બંધ કરાવી શકે નહીં, થોડા દિવસોમાં 31ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેને લઈ બનાસકાંઠાના પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ઇંગ્લિશ દારૂનો એડવાન્સમાં સ્ટોક કરવા વાવ,થરાદ અને સુઈગામના સરહદી વિસ્તારમાં દારૂની ખેપ મારતા બુટલગરો રાત્રે ઠંડીનો ફાયદો ઉઠાવી ગાડીઓ દોડાવી દારૂનો સ્ટોક કરી રહ્યા છે જ્યારે પોલીસ તંત્ર ખેપિયાઓ પાસેથી વહીવટ લઈ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, જો કે આ સરહદી વિસ્તારોમાં ખેપ મારતા બુટલગરો માટે ખરેખર સેફ વિસ્તાર છે કે પછી તંત્ર બુટલગરોની સેફ્ટી રાખી રહ્યું છે. જો ખરેખર જવાબદાર પોલીસ તંત્ર દ્વારા થરાદ વાવ,સુઈગામના સરહદી વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે તો થર્ટી ફર્સ્ટ પહેલાં ખેપ મારતા અનેક બુટલગરો દારૂની ગાડીઓ સાથે ઝડપાઈ શકે છે,
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.