‘હિંમતનગર સાહિત્ય સભા’ની પાંચમી બેઠક યોજાઈ અને ત્રણ પુસ્તકોનું વિમોચન થયું
'હિંમતનગર સાહિત્ય સભા'ની પાંચમી બેઠક યોજાઈ અને ત્રણ પુસ્તકોનું વિમોચન થયું................................. તા-27-07-2024 શનિવારે ,પ્રભાત ટિમ્બર, મહેતા પુરા હિંમતનગર ખાતે સવારે 9:30 થી 12:30 દરમિયાન જાણીતા સાહિત્યકાર શ્રી રામચંદ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળી. આ બેઠકમાં કવિ સંમેલન અને હિંમતનગરના ગઝલકાર શ્રી આબીદ ભટ્ટ ના ત્રણ પુસ્તકોનું વિમોચન પણ થયું.વાસવદત્તા 'દીવાની'બેને પ્રાર્થના રજુ કરી. નવલકથા કાર શ્રી હંસરાજભાઈ સાંખલાએ ઉપસ્થિત સર્જકશ્રીઓનું શબ્દોથી સ્વાગત કર્યું. પ્રો.પ્રાગજીભાઈ ભામ્ભીએ આજના આ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી. કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે ડો. પ્રેમજીભાઈ પટેલે વક્તવ્ય આપ્યું. મધ્યાંતર પછી શ્રી આબિદ ભટ્ટના ત્રણ પુસ્તકોનું વિમોચન થયું. નાસ્તિકનું મંદિર-વાર્તા સંગ્રહ-પ્રો.પ્રાગજીભાઈ ભામ્ભી.
પળ ને પેલે પાર - લઘુકથા સંગ્રહ-ડો.પ્રેમજીભાઈ પટેલ.
અપૂર્વ બનાવ- ગઝલ સંગ્રહ-આબિદ ખણુસિયા.આ ત્રણેય પુસ્તકો ઉપર ઉપરોક્ત વક્તાઓએ પ્રકાશ પાડ્યો હતો. સર્જક શ્રી આબિદ ભટ્ટે પોતાની સર્જન યાત્રાની કેફિયત રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન સર્જક શ્રી અરવિંદ ટાંક એ કર્યું હતું.
કાર્યક્રમના અંતે શ્રી હંસરાજભાઈ સાંખલાએ શાબ્દિક આભાર દર્શન કર્યું.શ્રી આબિદ ભટ્ટ તરફથી, ઉપસ્થિત સર્જકોને ભોજન અપાયા બાદ કાર્યક્રમની સમાપ્તિ જાહેર કરવામાં આવી હતી. આ સભામાં નીચેના સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. રમેશ પટેલ ક્ષ, પૂર્વ ન.પા.પ્રમુખ શ્રીમતી યતીન મોદી, કનુભાઈ પટેલ, રામજી ખેરોલિયન, જયેશ ચંદ્ર શ્રીહરિ, બાબુભાઈ પટેલ, વિજય અર્ટરા,નરેન્દ્ર સિંહ વાઘેલા, વાસદ દત્તા નાયક, અંકિતા બેન પંડ્યા, નરસિંહભાઈ ચૌહાણ. જયંતિ પ્રજાપતિ, રોહિત કર્મ, મહેશ પંચાલ,રમેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, આગમન લેઉવા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.