ગૌ સેવા એ રાષ્ટ્રીય સેવા છે - મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અબોલ જીવોની સેવા એ સૌથી મોટો ધર્મ છે - આચાર્ય લોકેશજી ગૌ માતાની સેવા કરવી એ મારો અને સેવાધામ પરિવારનો સૌભાગ્ય - દેવી ચિત્રલેખા બહુમાળી ગાય હોસ્પિટલ પ્રેરણાત્મક ઉદાહરણ – સ્વામી ચિદાનંદ સરસ્વતી - At This Time

ગૌ સેવા એ રાષ્ટ્રીય સેવા છે – મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અબોલ જીવોની સેવા એ સૌથી મોટો ધર્મ છે – આચાર્ય લોકેશજી ગૌ માતાની સેવા કરવી એ મારો અને સેવાધામ પરિવારનો સૌભાગ્ય – દેવી ચિત્રલેખા બહુમાળી ગાય હોસ્પિટલ પ્રેરણાત્મક ઉદાહરણ – સ્વામી ચિદાનંદ સરસ્વતી


ગૌ સેવા એ રાષ્ટ્રીય સેવા છે - મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર

અબોલ જીવોની સેવા એ સૌથી મોટો ધર્મ છે - આચાર્ય લોકેશજી

ગૌ માતાની સેવા કરવી એ મારો અને સેવાધામ પરિવારનો સૌભાગ્ય - દેવી ચિત્રલેખા

બહુમાળી ગાય હોસ્પિટલ પ્રેરણાત્મક ઉદાહરણ – સ્વામી ચિદાનંદ સરસ્વતી

ગોપાષ્ટમી મહોત્સવ નિમિત્તે દેવી ચિત્રલેખાજી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને બહુમાળી ગાય હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમમાં પધારેલા ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સંસ્થાપક આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, “અબોલ જીવોની સેવા અને તેમા ગાયોની સેવા એ સૌથી મોટો ધર્મ છે અને દેવી ચિત્રલેખાજી આ બહુમાળી ગૌ સેવા હોસ્પિટલ બનાવીને આ ધર્મને ખૂબ સારી રીતે પરિપૂર્ણ કરી રહ્યાં છે.” કાર્યક્રમનાં મુખ્ય અતિથિ હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, “ગાય સેવા એ રાષ્ટ્રની સેવા છે. તેમણે આ હોસ્પિટલની પહેલની પ્રશંસા કરી અને હરિયાણા સરકાર તરફથી હોસ્પિટલ માટે 21 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.” આ પ્રસંગે મુખ્યમંત્રીએ સત શ્રી ચિદાનંદજી, જૈન આચાર્ય લોકેશજી અને બ્રહ્મચારી સંપૂર્ણાનંદજીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.
મંચ પરથી જાણીતા કથાકાર દેવી ચિત્રલેખાએ જણાવ્યું હતું કે, “ગૌ માતાની સેવા કરવી એ મારું અને સેવાધામ પરિવારનું સૌભાગ્ય છે.” તેમણે સૂચિત બહુમાળી ગાય હોસ્પિટલ વિશે માહિતી અને પ્રેરણા આપી હતી. સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ બહુમાળી ગાય હોસ્પિટલને એક પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવ્યું અને લોકોને તેમાં જોડાવવા માટે પ્રેરણા આપી. બ્રહ્મચારી સંપૂર્ણાનંદજીએ ગૌ માતાની સેવાને પુણ્યનું કાર્ય ગણાવ્યું અને પ્રેરણા આપી કે દરેક વ્યક્તિએ કોઈને કોઈ રીતે ગૌ માતાની સેવા કરીને આ મહાન કાર્ય કરવું જોઈએ. કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી ખટ્ટર, સ્વામીજી જૈન આચાર્ય લોકેશજી અને દેવી ચિત્રલેખાજીએ ગાય માતાની પૂજા કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.