ધંધુકા માં ખોડીયાર મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગરબા ઉત્સાહ ભેર ઉજવાય છે. - At This Time

ધંધુકા માં ખોડીયાર મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગરબા ઉત્સાહ ભેર ઉજવાય છે.


ધંધુકા માં ખોડીયાર મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગરબા ઉત્સાહ ભેર ઉજવાય છે.

50 વર્ષ થી દર વર્ષે ચંડીપાઠ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં, ઘણા વર્ષો થી તાલુકા પંચાયત પાસે આવેલ ખોડીયાર મંદિરે માતા બેનહો મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. આ ગરબા માં વર્ષોથી 9:00 વાગ્યે ચાલુ થાય અને 12:00 વાગ્યે પૂરા થાય છે. તે પછી માતા બહેનો પોતાના શેરી મોહલ્લા માં તેમજ સોસાયટીમાં જઈને ગરબા ગાતા હોય છે. ત્યારે આ ખોડીયાર મંદિરે પહેલાં અહીં એક પીપરનું ઝાડ હતું , અત્યારે મંદિર માં જે ત્રીશુલ છે તે ઝાડના થડ માંથી નીકળેલુ અને અહીં આજુબાજુ માં રહેતા લોકોએ આ ત્રીશુલ દર્શન કર્યા અને બે ત્રણ લોકોને સપના માં પણ ક્યું કે હું ખોડિયાર માંનુ પ્રતીક છું એટલે આજુબાજુ રહેનારે વિચાર્યું કે અહીં બાજુમાં સરકારી ઓફિસ તાલુકા પંચાયત છે તો શું કરવું એટલે બધાંએ ભેગા થઈને તાલુકા પંચાયત મા પટ્ટાવાળાની ફરજ બજાવતા મનુભા દાનુભા ચુડાસમા તે ખૂબજ ધાર્મિક હતા એટલે આ ત્રીશુલ અને સપના ની વાત કરી પછી મનુભા ને પણ કંઇક અંદરથી એવી પ્રેરણા થઇ કે અહીં એક નાનું મંદિર બનાવુ એવો નિર્ણય કર્યો તે વખતે ગુલાબસિંહજી ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ હતા તેમને મંદિર વિશે વાત કરવામાં આવી અને તેમણે મંદિર બનાવવા માટે મુખ્ય ફાળો આપ્યો અને તાલુકા પંચાયત તથા આજુબાજુની સરકારી કચેરીઓ માંથી ફાળો ઉઘરાવી અહીં મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું તે વખતે ગામના વિદ્વાન બ્રાહ્મણો મહેન્દ્રભાઈ શુક્લ તથા કરૂણાશંકર શાસ્ત્રી સાહેબ દ્વારા આ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યાર પછી રોજ સાંજે આરતી થાય છે, અને બે બ્રાહ્મણો, રમણીક લાલ ઉપાધ્યાય,
ડો. છબીલભાઈ દવે સાહેબ,આ બંને દ્વારા માતાજી ને રોજ શક્રાદય સ્તુતિ કરતાં ત્યારે એમ લાગતું કે માતાજી હમણાં કંઈક બોલશે એવો ભાવ ઉભો થતો, આ મંદિર ના પ્રથમ પૂજારી એવા ભવાનીશંકર દાદા એ માતાજી ની ખુબ પૂજા કરી અને ત્યાર પછી આ મંદિરની અંદર રોજ ચંડીપાઠ થાય છે , તે માટે સર્વ પ્રથમ ભુદેવ રમણીકલાલ ઉપાધ્યાય અને કરૂણાશંકર શાસ્ત્રી જે શાસ્ત્રી સાહેબથી ધંધુકા માં ઓળખાતા તેવોએ ઘણા વર્ષો સુધી રોજ ચંડીપાઠ કર્યા અને દર ચૈત્ર માસમાં નવચંડી યજ્ઞ પણ કર્યાં, તેમના સાથે બીજા ગામના ભુદેવો ના સહકાર થી એક પણ રૂપિયો દક્ષિણા લીધાં વગર ધણાં વર્ષો સુધી નવચંડી યજ્ઞ થતો, અહીં લગભગ ૫૦ વર્ષ થી દર વર્ષે ચંડીપાઠ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.અને લોકોના સાથ સહકાર થી નાની દેરી માંથી આજે મોટું શિખરબંધ મંદીર આવેલ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.