પોરબંદરમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું નિ:શુલ્ક આયોજન
*પોરબંદરમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું નિ:શુલ્ક આયોજન*
*રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા, પાયોનીયર કલબ અને હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાશે સેવાયજ્ઞ*
પોરબંદરમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા, પાયોનીયર કલબ અને હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ સેવાયજ્ઞ યોજાશે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબ પોરબંદરના સંયુકત ઉપક્રમે હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તા.ર૬-૫-૨૪ ને રવીવારે સવારે ૯થી બપોરે ૩ સુધી મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ छे.
આ કેમ્પમાં હાડકા, દાંત, મનોચિકિત્સક, ચામડી, બાળરોગ, સ્ત્રીરોગ (ગાયનેકોલોજીસ્ટ), જનરલ સર્જન વિગેરે વિભાગના ડોકટરો સેવા આપશે અને નિદાન કરશે તથા આંખના મોતીયા અને ઝામરનુ ઓપરેશન તથા આંખના નંબર કાઢી આપવમા આવશે તો સર્વે જરૂરીયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ છે આ ઉપરાંત બ્લડને લગતા તમામ પરીક્ષણો પણ કરવામા આવશે તેમજ દર્દીઓને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે આથી પોરબંદરની જનતાને આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા અપીલ છે.
આ કેમ્પમાં સર્જરી વિભાગના ડો.ઉત્સવ બોડા, ઓર્થોપેડીક વિભાગના ડો.સુશીલ બરખાસીયા, પિડીયાટ્રીક વિભાગના ડો.યોગેશ દવે, ડેન્ટલ સર્જનના ડો.હાર્દિક રામ, સાયકિયાટ્રીક વિભાગના ડો.રાહુલ ઓડેદરા, ચામડીના વિભાગના ડો.જય મુછલ, ગાયનેક વિભાગના ડો.ખુશ્બુ મહેતા, વગેરે પોતાની સેવા આપશે. નામ સ્થળ પર જ નોંધવામાં આવશે તેમજ દર્દીઓએ પોતાના અગાઉના રીપોર્ટ સાથે લઇ આવવા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ તા.૨૬/૫/૨૪ ના રવિવારના રોજ સવારે ૯ થી ૩ સુધી મહેર સમાજ ઝુંડાળા ખાતે યોજવામાં આવશે આ કેમ્પના આયોજક રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ તથા ચેરમેન હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના રામદેવ મોઢવાડીયા, પાયોનીયર કલબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા સહીત તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે ત્યારે જરૂરીયાતમંદને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.