જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કવાંટના રહેવાસી વિજયભાઈ રાઠવાના પ્રશ્નનું આવ્યું ત્વરીત નિરાકરણ
છોટાઉદેપુર,
ગુજરાતની જનતાની સમસ્યાઓનું નિવારણ કરવા અને નાગરિકોની સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ-૨૦૦૩માં આરંભાયેલ નાગરિકોના પ્રશ્નોના સુખદ સમાધાન માટેની અભિનવ પહેલ એવા ‘સ્વાગત’ કાર્યક્રમના ભાગરૂપે પ્રતિમાસ રાજ્યના તમામ તાલુકા-જિલ્લાઓમાં સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જુન માસ દરમિયાન યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વિજયભાઈ રાઠવાએ રજૂ કરેલા પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ મેળવ્યું હતું.
વિજયભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, મારી પાસે આદિવાસી વડીલોપાર્જીત જમીન છે, જે વાણીજ્યના હેતુસર બિન આદિવાસી વ્યક્તિને વેચવાની હોવાથી જમીન વેચવામાં ખુબ તકલીફ પડતી હતી. આ અંગે હું બે વર્ષથી પ્રયત્ન કરતો હતો. પરંતુ મારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન મળતા જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. જિલ્લા સ્વાગતમાં કલેક્ટર દ્વારા મારી રજૂઆત સાંભળીને મારા પ્રશ્નનું હકારાત્મક નિરાકરણ લાવ્યું હતું. હવે હું ટૂંક જ સમયમાં મારી જમીન વેચી શકીશ તેમ કહી જિલ્લા કલેકટર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, ૨૧ વર્ષ પહેલા લોકોની સમસ્યાના નિરાકરણ માટે આરંભાયેલા આ સ્વાગત કાર્યક્રમ થકી રાજયના લાખો લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. લોકોની સમસ્યાના નિરાકરણ માટે બે દાયકા પહેલા આરંભાયેલો આ કાર્યક્રમ આજે લોકોની સમસ્યાઓ રજુ કરવા માટેનો એક વિશ્વસનીય મંચ બન્યો છે.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.