ગોધરા- પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામે ખેતરમા દારુનો જથ્થો સગેવગે કરતા ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા - At This Time

ગોધરા- પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામે ખેતરમા દારુનો જથ્થો સગેવગે કરતા ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા


ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા વિદેશી દારુની હેરાફેરી ધમધોકાર ચાલતી હોય તેમ લાગી રહ્યુ છે. દારુના નશામા યુવાધન બરબાદ થઈ રહ્યુ છે. પરિવારો આર્થિક રીતે પાયપાલ થઈ રહ્યા છે. યુવાવયે પરણિત મહિલાઓને વિધવા બનવાનો વખત આવી રહ્યો છે. આ બધા માહોલની વચ્ચે શહેરા તાલુકાના ખાંડીયા ગામે વિદેશીના દારુનો જથ્થો બે ઈસમો સગવગે કરવાની પેરવીમા હતા તે સમયે જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરીને દારુની બોટલો નંગ- 1440 સાથે કુલ મુદ્દામાલ 1,57,872 રુપિયાનોમ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવતા શહેરા તાલુકાના બુટલેગરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક , આર.વી.અસારી નાઓએ પોલીસ અધિક્ષક , હિમાંશુ સોલંકી નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ આપી હતી. ભરતભાઈ રામાભાઈ અ.પો.કો. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, શહેરા તાલુકાના ખાંડીયા ગામે રહેતા તુષારકુમાર દિનેશભાઈ પરમાર તથા અક્ષયકુમાર અશ્વીનભાઈ પરમાર નાઓ બંને જણા ભેગા મળી ખાંડીયા ગામે આવેલી પ્રાથમિક શાળાના સામેના ભાગે આવેલ ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સગે વગે કરવાની પેરવીમાં છે. આ બાતમી આધારેએસ.આર.શર્મા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ખાંડીયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બે ઇસમોને નીચે મુજબના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ મામલે (૧) તુષારકુમાર દિનેશભાઈ પરમાર રહે. ખાંડીયા, તા.શહેરા જી. પંચમહાલ (2) અક્ષયકુમાર અશ્વીનભાઈ પરમાર રહે. ખાંડીયા, તા. શહેરા જી પંચમહાલ નાની અટકાયત કરી આરોપીઓની સામે શહેરા પોલીસ મથકમા પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુના નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી. આ મામલે હજી પંચમહાલ પોલીસ વિદેશી દારુ વેચનારાઓ સામે સખતમા સખત અને કડકમા કડક કાર્યવાહી કરવામા આવે તેવી માગ શહેરાના તાલુકાવાસીઓ દ્વારા કરવામા આવી રહી છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.