જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું - At This Time

જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું


મદદગારી કરનાર મિત્ર સામે પણ ગુનો નોંધાયો એકની ધરપકડ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રની મદદથી સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર સામે પોલીસે દુષ્કર્મ, અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી મદદગારી કરનાર અન્યની શોધખોળ શરુ કરી છે. મળતી વિગતો મુજબ જસદણ પોલીસેમાં આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જસદણના વડોદ ગામના રાહુલ રમેશભાઇ ઓળકીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 17 વર્ષની સગીરા ગત તા.14 ના રોજ ગુમ થઇ હતી, જેમાં અપરણનો ગુનો નોંધાયો હતો. સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરતા જસદણ પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂૂ કરી હતી. દરમિયાન સગીરા જસદણના વડોદ ગામેથી મળી આવી હતી. તેને ભગાડી જનાર શખસ વડોદ ગામનો જ રાહુલ રમેશભાઇ ઓળકીયા હોવાનું ખુલ્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું. સગીરાનો પરિવાર પણ અગાઉ વડોદ ગામે જ રહેતો હતો. જેથી સગીરા અને રાહુલ પરિચયમાં આવ્યા હતા દરમિયાન રાહુલે લગ્નની લાલચ આપી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જેમાં વડોદ ગામના તેના મિત્ર જશા ભોળાભાઇ ઓળકિયાએ મદદગારી કરી હતી. આ મામલે વધુમાં સગીરાએ જણાવ્યું કે, મિત્ર જશાના ઘરમાં જ રાખી રાહુલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે રાહુલ રમેશભાઇ ઓકળીયા અને ગુનામાં તેની મદદગારી કરનાર તેના મિત્ર જશા ભોળાભાઇ ઓકળીયા સામે ગુનો નોંધી આરોપી રાહુલની ધરપકડ કરી હતી. જયારે મદદ કરનાર જશા ઓળકીયાની શોધખોળ શરુ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.