રાણપુરની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓગસ્ટ-૨૦૨૨ મા એડમીશનના ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ શરૂ
રાણપુરની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓગસ્ટ-૨૦૨૨ મા એડમીશનના ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ શરૂ
તા. ૩૧ મી ઓગસ્ટ, ૨૦૨૨ સુધી ITI ખાતે પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર પ્રવેશ મેળવી શકશે
ઔધોગિક તાલીમ સંસ્થા- રાણપુરમાં ઓગસ્ટ-૨૦૨૨ માં એડમીશનના ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે તા. ૨૭/૦૮/૨૦૨૨ થી તા. ૩૧/૦૮/૨૦૨૨ દરમિયાન સંસ્થા ખાતે એડમીશન કાર્ય શરુ હોઈ ધો. ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ માર્કશીટ, એલ. સી, જાતિનો દાખલો વગેરે જેવા જરુરી પ્રમાણપત્રો સાથે ઉમેદવારોએ ફી અને સી. એમ. ડી સાથે રૂબરૂ આવવાનું રહેશે.
રાણપુર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોપા, મિકેનિક ડીઝલ, વેલ્ડર, વાયરમેન, ફિટર ટ્રેડ હાલમાં કાર્યરત છે. વધુ માહિતી માટે પાળીયાદ રોડ, ગિરનારી આશ્રમ પાસે, નાની વાવડીના પાટિયાં સામે, ITI-રાણપુર ખાતે રૂબરૂ સંપર્ક સાધવો. સંસ્થાનો એડમિશન હેલ્પલાઇન નં-૯૨૬૫૯૧૮૫૮૦ અથવા ૮૭૮૦૪૯૬૦૪૭ મારફતે વધુ માહિતી મેળવી શકાશે તેમ, રાણપુર ITI ના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.