દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પટેલ યુવા આર્મી ટીમ પધારી - At This Time

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પટેલ યુવા આર્મી ટીમ પધારી


દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પટેલ યુવા આર્મી ટીમ પધારી

"જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ"

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સરદાર પટેલ યુવા આર્મી ટીમ પધારતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો
૧૨૦૦ થી યુવાનો નું શિસ્તબદ્ધ સંગઠન પટેલ યુવા આર્મી ટીમે આજરોજ દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા સંસ્થા ની વિશેષતા ઓ વર્ષ ના ૩૬૫ દિવસ ખુલતી અનેક પ્રકાર ની વ્યવસ્થા શક્તિ અને સ્વચ્છતા થી ખૂબ પ્રભાવિત થતા પટેલ યુવા આર્મી ટીમ ના યુવાનો એ સંસ્થા ના દરેક વિભાગો વિશેષતા ઓ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી "દરરોજ એક સતકર્મ કરો"
" માનવ સાગર માં ઉભી કરાયેલ દીવાદાંડી એટલે પુસ્તકાલય"
"તમારા કદી નિષ્ફળ ન જતા મિત્રો એટલે પુસ્તક જે તુરંત ઇચ્ચીત વરદાન આપી શકે છે"
તેવા વિચાર પ્રેરક સૂત્રો વચ્ચે હજારો મહાપુરુષો ના વિચારો નું સંગ્રહ નિહાળી ખૂબ પ્રભાવિત થતા પટેલ યુવા આર્મી ટીમ ના યુવાનો નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ટ્રસ્ટી વસંતભાઈ ડોબરીયા બટુકભાઈ શિયાણી રાજુભાઇ કનાડીયા કોશિકભાઈ બોરીચા રાજુભાઇ મસરાણી ભરતભાઇ ભટ્ટ બાબુભાઇ મકવાણા મનસુખભાઇ નારોલા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા પટેલ યુવા આર્મી નો સત્કાર કર્યો હતો સમગ્ર યુવા આર્મી ટીમે સંસ્થા ની વ્યવસ્થાપક કર્મચારી ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો યુવાનો ની ભીડ પુસ્તકાલય તરફ વળે તેવા ઉમદા અભિગમ સાથે પુસ્તકાલય ના ભાવિ પ્રકલ્પ વિશે સહયોગ ની આપવા ની તૈયારી દર્શાવતા યુવાનો પટેલ યુવા આર્મી ના હરેશભાઇ વાવડીયા ભાવિનભાઈ નારોલા શલેશભાઈ નારોલા રાકેશભાઈ વાવડીયા યુવા આર્મી ના પ્રમુખ મહેશભાઈ નારોલા અરવિંદભાઈ બુધેલીયા આશિષ નારોલા અશ્વિનભાઈ નારોલા અરવિંદભાઈ નારોલા મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંજયભાઈ નારોલા જયભગવાન યુવક સેવા ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા પરિવાર સહિત ના યુવાનો એ સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી આ મુલાકાત દરમ્યાન સ્થાનિક અગ્રણી પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અરમશીભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા ને પ્રેમવતી ગોલ્ડ પરિવાર સુરત તેમજ જય ભગવાન યુવક સેવા ટ્રસ્ટ વિપુલભાઈ નારોલા તેમજ ભરતભાઇ કાકડીયા પરિવાર દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.