ઝઘડામાં વચ્ચે પડતાં જંગલેશ્વરના યુવકને છરી મારી દીધી, સારવારમાં - At This Time

ઝઘડામાં વચ્ચે પડતાં જંગલેશ્વરના યુવકને છરી મારી દીધી, સારવારમાં


ઝઘડામાં વચ્ચે પડતાં જંગલેશ્ર્વરના યુવકને છરી મારી દીધી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.
મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં-23 માં રહેતો સેફલી શાહિદભાઈ શેખ (ઉ.વ.19) ગઈ કાલ બપોરનાં એક વાગ્યા આસપાસ પોતાનાં ઘરે હતો.
ત્યારે શેરીમાં ઝઘડાનો આવાજ સંભળાતા યુવક ત્યાં ગયો હતો. જ્યાં તેજ શેરીમાં રહેતાં મુન્નાભાઈએ તેના નાનાં ભાઈ સૂરજના ચપ્પલ તોડી નાંખતા બંને વચ્ચે ઝઘડો શરૂ હતો.
જે ઝઘડામાં યુવક વચ્ચે પડતાં મુન્નાભાઈ અને તેનો મિત્ર ફિરોજ એકદમ ઉશ્કેરાયો હતો અને ઉશ્કેરાઈ જઈને યુવકને છરી મારી દીધી હતી. બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક કારખાનાંમાં હાર્ડવેરનું કામ કરે છે. તેઓ છ ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરનો હોવાનો યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.