દહેગામ ના નાના જલુન્દ્રા ગામમાં મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું
દહેગામ તાલુકાના નાના જલુન્દ્રા ગામમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સવારે સમસ્ત નાના જલુન્દ્રા ગામના ભક્ત મંડળ દ્વારા ગામના મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે મંદિર ખાતે હવન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ મંદિર નાના જલુન્દ્રા ગામના ભક્તમંડળ દ્વારા દર વર્ષે આ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત ગામ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આંગણવાડી ના બાળકોને મહાપ્રસાદ આપવામાં આવે છે. આજે પણ શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી સવાર થી નાના જલુન્દ્રા ગામના ભક્તજનો મહાદેવ શિવ ના દર્સનાર્થે ભક્તો ની ભીડ જોવા મળી હતી.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.