સાચું હોય તો શરમ જનક દામનગર સિવિલ માં સતત ગેરહાજર મહિલા ફિજીયોથેરાપીસ્ટ ને અધિકાર બહાર હાજર કરવા સ્થાનિક તબીબ મહેરબાન ? - At This Time

સાચું હોય તો શરમ જનક દામનગર સિવિલ માં સતત ગેરહાજર મહિલા ફિજીયોથેરાપીસ્ટ ને અધિકાર બહાર હાજર કરવા સ્થાનિક તબીબ મહેરબાન ?


સાચું હોય તો શરમ જનક
દામનગર સિવિલ માં સતત ગેરહાજર મહિલા ફિજીયોથેરાપીસ્ટ ને અધિકાર બહાર હાજર કરવા સ્થાનિક તબીબ મહેરબાન ?

દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ શ્રી ધીરજ મોરારીજી અજમેરા હેલ્થ સેન્ટર માં પાછા થવા ને બદલે પ્રમોશન જેવો ઘાટ ત્રણ વર્ષ થી સતત ગેરહાજર રહેતા ફિજીયોથેરાપીસ્ટ મહિલા તબીબ ને સ્થાનિક તબીબે અધિકાર બહાર હાજર કરવાનો નિર્ણય કેમ લીધો ? ત્રણ વર્ષ થી સતત ગેરહાજર રહી અન્ય શહેર માં ખાનગી પ્રેક્ટિસ કરતા મહિલા તબીબ એકાએક હાજર કરવા કોની ભલામણ? ફિજીયોથેરાપોસ્ટ મહિલા તબીબ માટે સ્થાનિક મેડિકલ અધિકારી ને હાજર રિપોર્ટ આપવા શુ અધિકાર છે ? સતત ત્રણ વર્ષ કરતા વધુ સમય થી અન્ય શહેર માં રહી પગાર મેળવતા મહિલા ફિજોયોથેરાપીસ્ટ નો હાજર રિપોર્ટ આપી અધિકાર બહાર ગુલાટીબાજ તબીબ ને હાજર કરવા સ્થાનિક મેડિકલ અધિકારી કેમ મહેરબાન ? ગુજરાત રાજ્ય ના આરોગ્ય કમિશનર અને રિજિયોનલ ડેપ્યુટી ડાયરેકટર RRD સુધી લેખિત ફરિયાદ કરતા જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા એ કમિશનર શ્રો ગાંધીનગર આરોગ્ય વિભાગ ને પત્ર પાઠવ્યો દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે આવેલ અજમેરા હેલ્થ સેન્ટર આ કાયમી હાજર રહી સેવા બજાવી શકે તેવા ફિજોયોથેરાપોસ્ટ તબીબ મુકવા માંગ કરી છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમય થી અન્ય શહેર માં રહી ખાનગી પ્રેક્ટિસ કરવા સતત ગેર હાજર તબીબ ને દામનગર શહેર માં પરત મુકવા ની હઠાગ્રહ કેમ? કોની મહેરબાની થી હાજર રિપોર્ટ ? સ્થાનિક મેડિકલ ઓફિસરે અધિકાર બહાર કેમ નિર્ણય કર્યો ? આ અંગે રાજ્ય ના આરોગ્ય કમિશનર ને વિસ્તૃત પત્ર પાઠવી યોગ્ય જેન્સ ફિજીયોથેરાપીસ્ટ તબીબ કાયમી હાજર રહી સેવા બજાવી શકે તેવી નિમણૂક કરવા પત્ર પાઠવ્યો પાછા થવા ની બદલે પ્રમોશન જેવો ઘાટ બેદરકાર ફિજીયોથેરાપીસ્ટ ને ધરાર હાજર કરવા કોણે કેટલી રકમ મેળવી ? દર્દી નારાયણો સાથે વારંવાર ઘર્ષણ કરતા ફિજીયોથેરાપીસ્ટ સામે આટલી બધી નારાજગી હોવા ની વારંવાર ની ફરિયાદો છતાં તેને હાજર કરવા તંત્ર કેમ મહેરબાન ? દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં દર્દી નારાયણો ની સેવા કરી શકે કાયમી હાજર રહી શકે તેવા ફિજીયોથેરાપીસ્ટ ની નિમણૂક કરવા બુલંદ માંગ કરાય છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.