વિનોદનગરમાં માનસિક બિમારીથી કંટાળી 40 વર્ષીય યુવાનો ફાંસો ખાઇ આપઘાત - At This Time

વિનોદનગરમાં માનસિક બિમારીથી કંટાળી 40 વર્ષીય યુવાનો ફાંસો ખાઇ આપઘાત


વિનોદનગરમાં માનસિક બીમારીથી કંટાળી 40 વર્ષીય દિલીપભાઇ નામના યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા થોરાળા પોલીસ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળામાં આવેલ વિનોદનગર-1માં રહેતા દિલીપભાઇ નારણભાઇ રત્નોતર (ઉ.વ.40) ગઇકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પંખાના હુકમાં દોરડુ બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા 108ને જાણ કરી હતી. દોડી આવેલ 108ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ ડી.કે.ધાંધલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડિત હતો જેમનાથી કંટાળી અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.મૃતકને સંતાનમાં 4 પુત્રી અને 1 પુત્ર છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image