લખતર ગામમાં શ્રી ચુવાળીયા કોળી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથબાપુની જન્મ જ્યંતી નિમીતે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

લખતર ગામમાં શ્રી ચુવાળીયા કોળી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથબાપુની જન્મ જ્યંતી નિમીતે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ


લખતર ગામમાં શ્રી ચુવાળીયા કોળી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથબાપુની જન્મ જ્યંતી નિમીતે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુલખતર કેન્ટીનપરામાંથી શરૂ થયેલ ધાર્મિક શોભાયાત્રા લખતર મોક્ષધામમાં આવેલ તેમની મૂર્તિ સ્થાપન કરેલ જગ્યાએ પૂર્ણ થઈ આજે સમગ્ર વિશ્વમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા અષાઢી બીજના દિવસે સંત શિરોમણી અને ચુવાળીયા કોળી સમાજમાં જન્મેલ અને પોતાનું જીવન તપશ્ચર્યા અને પરોપકારી માટે થઈને સન્યાસ લઈ લેનાર શ્રી વેલનાથબાપુની જન્મજ્યંતી છે તેમની જન્મજ્યંતી નિમીતે તેમના પરોપકારી જીવનને યાદ કરવા સાથે સમગ્ર લખતર ગામ સહિત તાલુકાના લોકો સંત શિરોમણી શ્રી વેલનાથબાપુથી તેમના જીવન ચરિત્રથી વાકેફ થાય તેમાટે થઈને લખતર તાલુકા શ્રી ચુંવાળીયા કોળી સમાજ દ્વારા તેમની જન્મજ્યંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે લખતર ગામમાં ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી યોજવામાં આવી આ શોભાયાત્રા આ વર્ષે પણ યોજવામાં આવી હતી આ શોભાયાત્રા લખતર કેન્ટીનપરામાંથી શરૂ કરવામાં આવી હતી કેન્ટીનપરામાંથી શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા શ્રીનાથજી સોસાયટી ભૈરવપરા તલવણી રોડ જુના બસસ્ટેન્ડ ઢવાણીયા નાગ દેવતાની જગ્યા ઉગમણા દરવાજા પાસે થઈને લખતર મોક્ષધામમાં શ્રી વેલનાથબાપુની સ્થાપન કરાયેલ મૂર્તિ સ્થળે પહોંચી હતી ત્યાં તેમની આરતી પૂજન અર્ચન કરી ધાર્મિક શોભાયાત્રા આનંદ અને ઉત્સાહ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા સફળ રીતે પૂર્ણ કરવા માટે લખતર તાલુકાના ચુવાળીયા કોળી સમાજના યુવા આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.