વિસાવદર નગરપાલિકાના પ્રમુખે કર્મચારીઓને છૂટા કરવાની હિંમત કરી તેમ જળ સે નળ યોજનાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પગલાં ક્યારે - At This Time

વિસાવદર નગરપાલિકાના પ્રમુખે કર્મચારીઓને છૂટા કરવાની હિંમત કરી તેમ જળ સે નળ યોજનાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પગલાં ક્યારે


વિસાવદર નગરપાલિકાના પ્રમુખે કર્મચારીઓને છૂટા કરવાની હિંમત કરી તેમ જળ સે નળ યોજનાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પગલાં ક્યારેવિસાવદર નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખે અમુક પેધી ગયેલા કર્મચારીઓ ને છુટા કરવાની હિંમત કરેલ છે તેવી રીતે નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં નળ સે જળ યોજનાની પાણીની લાઈનમાં થયેલ ભયંકર ભ્રષ્ટાચાર બાબતે તમામ જનતા જાણતી હોય અને ચૂંટાયેલા સદસ્યો પણ આ બાબતે વાકેફ હોવાછતાં શા માટે મૌન છે શું પ્રમુખ આ બાબતે ફરિયાદ કરવાની હિંમત કરશે ખરા કે ખુરશી બચાવવા આવો નિર્ણય નહિ કરે કે પછી આ કૌભાંડમાં મોઢું મીઠું કરી લેશે..ગુનેગારને છાવરવા તે પણ એક પ્રકારનો ગુનો ગણાય અને ગુનામાં
મદદગારી ગણાય તે હકીકત છડે ચોક ચર્ચાઈ રહી છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image