અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા સબ જેલ ખાતે સ્ક્રિનીંગ અને સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો. - At This Time

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા સબ જેલ ખાતે સ્ક્રિનીંગ અને સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો.


એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસ જેવા સંક્રમિક રોગો વિષે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા સબ જેલ ખાતે સ્ક્રિનીંગ અને સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર ધ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો( જેલ ,મહિલા ગૃહો ,વ્યસનમુકિત કેન્દ્રો અને બાળ સંરક્ષણ ગ્રુહો ) માટે ૨ ઓકટોમ્બર થી ૩૧ ઓકટોમ્બર સરદાર પટેલ જયંતિ સુધીના સમયગાળા માટે , એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસ જેવા સંક્રમિક રોગો વિષે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી તે અંતર્ગત બંદીવાનોને એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસની બીમારી અંગે માહિતગાર કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક, જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો,સિદ્દીકી, જીલ્લા ક્ષય અધિકારી શ્રી ર્ડા આશિષ નાયક , મેડીકલ ઓફીસરશ્રી જ્યપાકર, જીલ્લાના આરોગ્યની ટીમ અને જેલ અધિક્ષકશ્રી, જે.જી.ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.