કેશોદ ફેમીલી કોર્ટની ૫૪૦ દિવસની સજાનાં વોરંટનો આરોપી છેલ્લા ચારેક મહીનાથી નાસતા-ફરતો હોય જેની ઘરપકડ કરી જેલમાં ધકેલતી ચોરવાડ પોલીસ - At This Time

કેશોદ ફેમીલી કોર્ટની ૫૪૦ દિવસની સજાનાં વોરંટનો આરોપી છેલ્લા ચારેક મહીનાથી નાસતા-ફરતો હોય જેની ઘરપકડ કરી જેલમાં ધકેલતી ચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ.આઈ.મંઘરાના માર્ગદર્શન હેઠળ નામદાર પ્રિન્સીપાલ જજ, ફેમીલી કોર્ટ કેશોદનાં ફો.૫.અ.નં. ૩૭૭/૨૦૨૪, ૩૯૧/૨૦૨૪, ૩૭૩/૨૦૨૪, ૪૨૬/૨૦૨૪ નાં કામે ચોરવાડ ગામનાં સંજયભાઈ રૂડાભાઈ ડાભી કુલ રૂ.૧,૩૩,૦૦૦/- ભરતા ન હોય જેથી નામ. કોર્ટએ આરોપીને ૫૪૦ દિવસની કેદની સજાનો હુકમ કરેલ હોય જેમાં આરોપી છેલ્લા ચારેક મહીનાથી નાસતો - ફરતો હોય જે સંબંધે પો. હેડ કોન્સ. હિતેષભાઈ ભીખાભાઈ ડાકીની ખાનગી રાહે બાતમી આધારે ચોરવાડ ગામેથી આરોપી સંજયભાઈ રૂડાભાઈ ડાભી રહે.ચોરવાડ વાળાને પકડી ધોરણસર અટક કરી આરોપીને સજાની અમલવારી કરવા સારૂ જુનાગઢ જેલમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે
આ કામગીરીમાં ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પો.હેડ કોન્સ. હિતેષ ડાકી તથા ડ્રા.પો.હેડ કોન્સ. ભરત સિસોદીયા તથા સુખદેવ સિસોદીયા, સુખદેવસિંહ ડારીયા નાઓએ સાથે મળી કરેલ છે.

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.