ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી
ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા યોગને વિશ્વના લોકોએ સ્વીકારીને યોગ તરફ વળ્યા છે અને મનની શાંતિ તેમજ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા યોગનો સહારો લે છે.ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે જેને વિશ્વએ પણ સ્વીકાર્યું છે.આજ રોજ ગલસાણા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વિવિધ યોગ કરીને યોગ દિનની ઉજવણી કરી.જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકમિત્રો દ્વારા યોગ અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંકળ રચીને *YOGA* ની ખૂબ સુંદર શબ્દાકૃતિ બનાવવામાં આવી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો :7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.