એરપોર્ટ રોડ પરથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધાર્થી ઓનલાઈન આઈડી પર સટ્ટો રમતાં ઝડપાયો
એરપોર્ટ રોડ પરથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધાર્થી પ્રિતેષ પંડ્યાને ઓનલાઈન આઈડી પર સટ્ટો રમતાં પીસીબીની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આઈડી આપનાર અમદાવાદના બુકીનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કરણ મારૂ, કિરતસિંહ વિક્રમસિંહને પ્રિતેશ ઉર્ફે પી.પી. નામનો શખ્સ એરપોર્ટ રોડ શિવાનંદ પાન પાસે રોડ ઉપર ઉભો છે અને પોતાના મોબાઇલ ફોનમાં આઈડી મારફતે મોબાઇલ ફોન ઉપર ક્રિકેટ મેચ ઉપર રન ફેરના સોદાઓ કરી હાર-જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બાતમીના સ્થળે હાજર શખ્સની અટક કરી તેનું નામ પૂછતા પોતાનું નામ પ્રિતેશ ઉર્ફે પી.પી. સુધીરકુમાર પંડયા (ઉ.વ.41),(રહે.કોપર સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં-403, વાંકાનેર સોસાયટી પાસે, જામનગર રોડ) હોવાનું જણાવ્યું હતું.
પીસીબીની ટીમે તેના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા તેમાં ઓલ પેનલ 777.કોમ નામની આઈ.ડી જોવામાં આવેલ, જેમાં સ્કીન પર પાકિસ્તાન વુમન અને ન્યુઝીલેન્ડ વુમન વચ્ચેની ક્રીકેટ મેચનો રન ફેરનો રૂ.5 હજારનો સોદો કરેલ હોવાનુ જોવામાં આવતાં મોબાઈલ કબ્જે કરી તેની પૂછતાછ હાથ ધરતા તે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે, તેને આઈડી અમદાવાદના બુકી પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી. પોલીસે અમદાવાદના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.