ડાર્ક ફિલ્મ લગાડી કાર ફેરવતાં 6864 ચાલકો સામે કાર્યવાહી: છ વેપારી સામે ગુના નોંધાયા - At This Time

ડાર્ક ફિલ્મ લગાડી કાર ફેરવતાં 6864 ચાલકો સામે કાર્યવાહી: છ વેપારી સામે ગુના નોંધાયા


શહેરમાં ડાર્ક ફિલ્મ લગાવી વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ ડ્રાઈવ વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક વાહન ચાલકો સહિત વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ તેમજ એસીપી ટ્રાફિક જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડાર્ક ફિલ્મ લગાવી વાહન ચલાવતા અને ડાર્ક ફિલ્મ વેંચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી પીઆઈબી.પી.રજયા, એમ.જી.વસાવા અને ટ્રાફિક શાખાના 8 પીએસઆઈ દ્વારા શહેર વિસ્તારમા તા.06/04/2024 થી તા.06/06/2024 દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલ વાહનનો વિરૂધ્ધ ડ્રાઈવનુ આયોજન કરી કુલ 6864 કેસ કરવામા આવ્યા તેમજ ડાર્ક ફિલ્મ વેચનાર 6 વેપારીઓ વિરુદ્ધ ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.