શહેરના માર્ગો તો ઠીક પાર્કિંગ માટે મનપાના બજેટમાં પણ જગ્યા નથી!
એક જ વર્ષમાં પાર્કિંગ દંડ પેટે પોલીસે 2 કરોડ વસૂલ્યા!
રાજકોટ શહેરમાં હાલ સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગને લઈને છે. શહેરમાં ક્યાંય પણ પાર્કિંગ માટે કાર તો ઠીક બાઈક માટે પણ મુખ્ય બજારોમાં જગ્યા મળતી નથી. મહિલાઓ ખરીદી કરવા માટે જાય એટલે દૂર દૂર વાહનો મુકવા પડે છે અને ત્યાં પણ નો પાર્કિંગ ઝોન હોય તો આકરો દંડ થાય છે. રાજકોટ શહેર પોલીસે એક જ વર્ષમાં નો પાર્કિંગ ઝોન અને રસ્તા પર પાર્કિંગ કરવા બદલ 27473 વાહનોને દંડ કર્યો છે અને જેની વસૂલાત 2,08,51,000 રૂપિયા થાય છે. આ એ જ શહેરીજનોના ખિસ્સામાંથી જાય છે જે મનપાને વાહન વેરો ભરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
