રાજુલા તાલુકાના વિકટર ગામે નેશનલ હાઇવે પર ગટર તથા સાઈડ રોડ ને જોવા ગ્રામજનો ની માંગ - At This Time

રાજુલા તાલુકાના વિકટર ગામે નેશનલ હાઇવે પર ગટર તથા સાઈડ રોડ ને જોવા ગ્રામજનો ની માંગ


રાજુલા તાલુકાના વિકટર ગામે નેશનલ હાઇવે પર ગટર તથા સાઈડ રોડ ને જોવા ગ્રામજનો ની માંગ

વિકટર નાં રહીશો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી તથા નાયબ કલેકટર રાજુલા ને રજુઆત કરી

તા. ૧૨ રાજુલા

રાજુલા તાલુકાના વિકટર ગામે થી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે જેમાં નેશનલ હાઇવે ફોરલેન ની કામગીરી ચાલુ છે તેમાં નેશનલ હાઇવે ફોરલેન પર ઓવરબ્રિજ બનાવવા માં આવેલ છે આ ઓવરબ્રિજ ની બાજુમાં સાઇડ રોડ ની બાજુમાં ગટર ન બનાવવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી લોકોનાં ઘરોમાં ભરાઈ તેવી ભીતી સેવાઈ રહી છે તેમજ બીજી તરફ અહિયાં વિકટર પોર્ટ રોડ તથા રહેણાંક વિસ્તાર તરફ જતા રોડ નું લેવલ કામગીરી કરવામાં આવેલ નથી જેથી વાહનચાલકો ને તકલીફ પડી રહી છે આ અંગે વિકટર નાં ગ્રામજનો દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાવનગર તથા નાયબ કલેકટર રાજુલા ને રજુઆત કરી માંગણી કરવામાં આવી હતી કે ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં પાણી ન ભરાઈ તે માટે નેશનલ હાઇવે નાં સાઈડ રોડ પર ગટર બનાવવા માં આવે અને વિકટર પોર્ટ તથા અન્ય નેશનલ હાઇવે ને જોડતા ગ્રામ્ય રોડ લેવલ કરવા માટે માંગ કરવામાં આવેલ છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વિકટર ગ્રામજનો ની માંગણી મુજબ કામગીરી કરવામાં આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.