જાફરાબાદ તાલુકામાં જેટકોની લાઈન નાખવા માટેની કામગીરીમાં ખેડૂતોના ખેતરમાં સંમતિ વગર કામગીરી કરતા વિવાદ - At This Time

જાફરાબાદ તાલુકામાં જેટકોની લાઈન નાખવા માટેની કામગીરીમાં ખેડૂતોના ખેતરમાં સંમતિ વગર કામગીરી કરતા વિવાદ


જાફરાબાદ તાલુકામાં જેટકોની લાઈન નાખવા માટેની કામગીરીમાં ખેડૂતોના ખેતરમાં સંમતિ વગર કામગીરી કરતા વિવાદ

સંમતિ વગર ખેડૂતોના ખેતરમાં લાઇન નાખતા નુકસાન ગ્યાની રજુઆત કરાય

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના બારમણ ગામથી જાફરાબાદ તાલુકાના સીંટેક્ષ કંપની સુધી જેટકોની વીજ લાઇન નાખવા માટેની કામગીરી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે મીઠાપુર ગામ નજીક કેટલાક ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની સંમતિ કે નોટિસ વગર આડેધડ વિજપોલ નાખવા માટેની કામગીરી શરૂ કરતાં ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ખાનગી એજન્સી મનમાની કરી ટ્રાયલ ફિટ માટે ખોદકામ કરી ખેડૂતોને નુકસાન જતું હોવાની ફરિયાદ ઉઠતા વિવાદ સર્જાયો છે ખેડૂતોએ કામ અટકાવવા માટે માંગણી કરવામાં આવી છે જેટકોમાં કામ કરતી ખાનગી એજન્સી ધારક જો હુકમીથી કામ શરૂ કર્યાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.મીઠાપુર ગામના સર્વે નંબર 115 પેકી 3 પેકી 2ની જમીનમાં જેટકોની લાઇન નાખવા કોઈ સંમતિ વગર કામગીરી શરૂ કરતા ખેડૂતની જમીનમાં નુકસાન જતું હોવા છતાં કામ બંધ નહિ કરતા ખેડૂત દ્વારા એજન્સી સામે ગંભીર આક્ષેપો કરી ઝેટકો વિભાગના અધિકારીને રજૂઆતો કરવામાં આવી છે હાલ કામગીરી બંધ કરવા માટેની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.

ખેડૂત હરેશભાઈ ખુમાણએ જણાવ્યું જમીન મારી સ્વતંત્ર માલિકીની છે જેટકો કંપની વિજલાઈન નવી સીંટેક્ષ કંપની સુધી નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અમારી કોઈ સંમતિ નોટિસ જાણ કરી નથી જેટકો કંપની એજન્સી દ્વારા દાદાગીરી કરી કામ શરૂ કરી વિજપોલો નાખવા માટે ટ્રાયલ ફિટ માટે ખાડા કરી દીધા છે અમારી જમીનમાં નુકસાન કર્યું છે આ નુકસાન અંગે એજન્સી અથવા જેટકો કંપની તાત્કાલીક તપાસ કરી કાર્યવાહી કરે અને કામ બંધ કરે જો કામ બંધ નહિ કરે તો ખેડૂતોમાં ઘેરાપ્રત્યાઘાતો પડશે.

સાવરકુંડલા ઝેટકો ડીવીઝન અધિકારી ચૌહાણનો સંપર્ક કરતા કહ્યું ખેડૂતોની સંમતિ લેવાનીજ હોય મને મીઠાપુર વિસ્તારના લોકોના ફોન આવ્યા છે મેં અધિકારીને સૂચના આપી છે પહેલા ખેડૂત સાથે મિટિંગ કરો ઘણીવાર ખેડૂતો હાજર હોતા નથી અને ભાગ્યા જ હાજર હોય છે પરંતુ મેં અત્યારે જ સૂચના આપી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.