અરવલ્લી જિલ્લામાં મોડાસા કેન્દ્ર ખાતે યોજાશે ગુજકેટની પરીક્ષા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે, ત્યારે વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સદર પરીક્ષામાં ગુજરાતી માધ્યમના ૧૭૦૯, અંગ્રેજી માધ્યમના ૩૧૯, હિંદી માધ્યમ ના ૦૧ એમ કુલ ૨૦૨૯ પરીક્ષાર્થી પરીક્ષા આપશે. સદર પરીક્ષા કુલ ૧૧ બિલ્ડિંગ પર મોડાસા ખાતે યોજાશે. સદર પરીક્ષાના કેન્દ્રો પર પરીક્ષાના દિવસે સવારે ૯:૦૦ કલાક સુધીમાં પરીક્ષાર્થી એ પહોંચી જવાનું રહેશે. સદર પરીક્ષા સંદર્ભે પરીક્ષાર્થી કે કોઈ વાલી સંપર્ક કરવા ઈચ્છતા હોય તો જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા ૦૨૭૭૪૨૫૦૧૯૦ નંબર ને હેલ્પ લાઇન નંબર તરીકે શરૂ કરવામાં આવેલ છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.