બાલાસિનોર તાલુકામાં સુરક્ષા જવાન અને સુપરવાઇઝરની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાએ વિવિધ તારીખે આ શિબિરો યોજાશે.
તારીખ ૧ જુલાઈ તાલુકા પંચાયત કચેરી બાલાસિનોર ખાતે
આ શિબિર સવારે 10થી બપોરના 4 કલાક સુધી રાખવામાં આવ્યો છે.
નવી દિલ્હી સ્થિત ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા અને સિક્યોરીટી
ઈંટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લીના સહયોગથી મહિસાગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઝર માટે તાલુકા કક્ષાએ ભરતી શબિરનું આયોજન
કરવામાં આવ્યું છે. આ અંગે
ભરતી અધિકારી નિકુંજ પટેલે જણાવ્યું હતુ કે, ઉમેદવારની ઉંમર 21 થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ, ઊંચાઇ 168 સે.મી, વજન 55 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર માટેની ભરતીમાં જોડાવા માંગતા હોય. તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ, બોલપેન લઈને
હાજર રહેવું.પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસામાં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધીની મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઓધૌગીક ક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.