ગ્રીનઆર્મી ગ્રુપ ની પર્યાવરણ માટે શાળા ના વિદ્યાર્થી ઓ વચ્ચે ત્રણ વચનબ્દ્ધ પ્રતિજ્ઞા ઓ પક્ષી જગત માટે ઉપકારક વૃક્ષ ઉછેર કરવા અપીલ કરી
સુરત શહેર ની સામાજિક સંસ્થા ગ્રીન આર્મી ગૃપ દ્વારા વરાછા ચીકુવાડી ગંગાજમના સોસાયટી મા આવેલ સુરત મહાનગર પાલિકા ની સ્કુલ મહારાણાપ્રતાપ સ્કુલ નં ૨૭૨ મા આજે ખુબ મોટી સંખ્યા મા વિધાર્થીઓની ઉપસ્થિતી તેમજ શિક્ષકો ની હાજરી મા ગ્રીન આર્મી ગૃપ દ્વારા ત્રણ સંકલ્પ લેવડાવ્યા (૧)દરેક વિધાર્થીઓ એ દર જન્મ દિવસ પર એક વુક્ષ નુ વાવેતર.તેમજ ઉછેર કરવો.(૨) દરેક વિધાર્થીઓ એ પોતાની બેગ માં પાણી ની બોટલમાં જે પાણી વધેલુ હોય તે રોડ પર વુક્ષ ના છોડ મા નાખીશુ (૩) દર પરીક્ષા મા પણ પાસ થવા માટે એક વુક્ષ રોપાણ કરવાની ટેક લેવી આવનારી પેઢીઓ માટે ફળાવ વુક્ષ શા માંટે વાવવા જોઈએ? સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો,કારંજ,ગુલમ્હોર, આસોપાલવ, વગેરે જ હોય છે.પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી,આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો,કંસારો,લક્કડખોદ,સુડો, કોયલ, બુલબુલ, ચીબરી,ઘૂકિયો વિગેરે (એમાંથી ઘણા નામ તો લોકો એ સાંભળ્યા પણ નઈ હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી ? ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું વર્ષો થયા લુપ્ત નથી થયું બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે.આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખતા જવાર બાજરી દાળ નથી,પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે કે જેનો આપણે જાણતા અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષો માંની બખોલો જેનો સફાયો થયી ગયો. આપણા આંગણા ની પ્રકૃતિ પાછી પુનઃ જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પાછી પેલા જેવી જીવંત બનાવે.આવા વૃક્ષો માં જાંબુ, રાયણ,સફેદ જાંબુ, ગોરસ આમલી, મોટી બોરડી, શેતુર,ફાલસા,જામફળ,કમરખ,ઉંબરો,પીપર,કદંબ,બદામ, પુત્રંજીવા, કરમદા, કાંચનાર, ગરમાળો,ખાખરો(કેસુડો) પાનેરવો,ગુગળ, પીલુ, મહુડો, અશોક, ગુંદા, ગુંદી, મીઠો લીમડો, રામ ફળ,બીલી, બોરસલ્લી, સરગવો વિગેરે પ્રકારનાં વૃક્ષો આવે.છે એમાંથી લગભગ બધા વૃક્ષો સર્વ-કાર્યક્ષમ એટલે કે ફળ આપવા સાથે છાંયો અને ઠંડક આપી ગરમી થી રક્ષણ કરે છે. જો તમારા અંગણાં પાસે ઝાડ બહુ ઊંચા થાય ને ઉપર ઇલેક્ટ્રિક ની લાઈન જતી હોય તો ઝાડ સામે ની બાજુ એ વાવવા નો આગ્રહ રાખો જેથી કરી ને ઝાડ ને કાપવા નો વારો ના આવે. નર્સરી વાળાઓ આવા વૃક્ષો ઓછા રાખે છે અથવા નથી રાખતા કેમકે એમાં વળતર ઓછું મળે કે નહિવત મળે એટલેજ તે લોકો ગ્રાહકો ને ઊંધા પાઠ ભણાવી નકારી દેતા હોય છે, બીજે રવાડે ચડાવી દેતા હોય છે. ઘણી વખત વાંસ, સપ્તપર્ણી જેવા વૃક્ષો જે આપણા સ્થાનિક વૃક્ષો નથી એને માત્ર વધારે મળતી અવાક માટે વેચી ને જમીન બગાડી ને પ્રકૃતિ પણ બગાડી.તો ચાલો આ વખતે વૃક્ષારોપણ ની ઈચ્છા થાય તો કૈક અનેરું કરીયે નર્સરી વાળા પાસે કૈંક અનેરી માંગણી કરીયે ને આપણી પ્રકૃતિ ને પાછી જીવંત કરવાનો પ્રયાસ કરીયે.પ્રકૃતિ પ્રત્યેનું ઋણ વૃક્ષ વાવી અને ઉછેરીને ચૂકવવા પ્રયત્ન કરીયે..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.