જૈન મંદિર પાસે યુવકને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
શાસ્ત્રી મેદાન પાસે આવેલ દિગમ્બર જૈન મંદિર પાસે યુવકને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર ભાવેશ ગોલ નામના શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે હરીધવા માર્ગ પર અયોધ્યા સોસાયટી શેરી નં.5માં રહેતા રીનાબેન અમીતભાઈ સગપરીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવેશ વિનોદ ગોલ (રહે. ગોવીંદનગર શેરી નં.5)નું નામ આપતા એ ડીવીઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે તેઓ પંચનાથ પ્લોટ શેરી નં.5માં આવેલ શ્રી દિગમ્બર જૈન મંદિરે પૂજા પાઠ કરવા માટે જાય છે. ગઈકાલે સવારના સાતેક વાગ્યે તે તેમના પતિ અમીતભાઈ સાથે જૈન મંદિરે પૂજા પાઠ માટે આવેલ હતા. તેઓ પૂજામાં બેસેલ હતા દરમ્યાન સાડા સાત વાગ્યાની આસપાસ આરોપી ભાવેશ ગોલ એક થેલી લઈ આવેલ અને તેણીના પત્નિ પાસે આવી થેલીમાંથી છરી કાઢી તેમને પડખાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. તેણીના પતિ ભાગવા જતા આરોપીએ તેમને પકડી એક ઘા છરીનો છાતીના ભાગે ઝીંકી દેતા આંતરડા બહાર નીકળી ગયા હતા. તેમજ શરીરમાં અલગ અલગ જગ્યાએ પણ છરીથી હુમલો કર્યો હતો. બાદમાં લોકો દોડી આવતા આરોપી નાસી છુટયો હતો.
બાદમાં હાજર લોકોએ 108ને ફોન કરતા તેમને લોહીલોહાણ હાલતમાં 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં ફરીયાદીએ જણાવ્યું કે તેઓ આરોપીના મકાનમાં ચારેક વર્ષ પહેલા ભાડેથી રહેતા હતા અને બાદમાં આરોપીએ તેણીને પતિને બે વાર માર મારેલ જે અંગેની ફરીયાદ ભકિતનગર પોલીસમાં કરેલ હતી. જે બાદથી તેમનો ખાર રાખી તેમજ તે અવારનવાર તેણીના પતિને માર મારવાની ધમકી આપતો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી. બારોટે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચકો ગતિમાન કર્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.