રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીની રેકડીઓ પર ચેકિંગ.
રાજકોટ શહેર તા.૧૨/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર, શોપ ન.L-2, જ્યુબેલી પાસે, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ, રાજકોટ મુકામે આવેલ "રાજુભાઇ ઢોસાવાળા" ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર, જ્યુબેલી પાસે, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ, રાજકોટ મુકામે આવેલ "રાજુભાઇ ઇડલીવાળા" ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડા તથા બાંધેલો લોટનો 7 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ-રોલેક્ષ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 28 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.