જીવદયાના નામે મનપાના 75 કરોડના પક્ષીઘર પર ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટરનો ગેરકાયદે કબજો - At This Time

જીવદયાના નામે મનપાના 75 કરોડના પક્ષીઘર પર ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટરનો ગેરકાયદે કબજો


ઉત્તરાયણે પક્ષીઓના સારવાર કેમ્પના નામે પૂર્વ કમિશનર આનંદ પટેલે જ રાજેન્દ્ર શાહને કરાવી આપ્યો કબજો

બકરી, શ્વાનોની સેવા બતાવીને લાખોની ગ્રાન્ટ અને દાન ખાધા પછી મરવા મૂકી દીધા, મૃતદેહોના ઢગલા

રાજકોટ શહેરમાં આજી ડેમ ખાતે પહેલાં ઝૂ હતું જેને ખસેડીને પ્રદ્યુમ્ન પાર્કમાં લઈ જવાયું છે અને હાલ ત્યાં સિંહ સંવર્ધન કેન્દ્ર ચાલી રહ્યું છે. ઝૂ ખસેડી નાખ્યા બાદ ત્યાં કરોડોના ખર્ચે બનાવેલું પક્ષીઘર પણ ખાલી થતા તેમાં હાલ ઢોર ડબ્બામાં અનેક ગાયનાં મોતના જવાબદાર કોન્ટ્રાક્ટર રાજેન્દ્ર શાહે ગેરકાયદે કબજો કરી નાખ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.