પોરબંદર નું પુષ્પ ફરી એકવાર રાષ્ટ્રિય સ્તરે ખીલી ઉઠ્યું ! જિલ્લાના એક માત્ર કલા ચિત્રકાર કિંજલબેન રામભાઈ ઓડેદરા નું નેશનલ આર્ટ કોમ્પિટિશન કોન્ટેસ્ટ 2022 માં સિલેક્શન થયું છે
*"દિવ્ય બસંત"*
*"આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવ"*
*રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા -com - વર્ક શોપ.*
28" સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર, 2022 ના પ્રસંગે ભ્રહ્મા કુમારી માઉન્ટ આબુ દ્વારા રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા -com - વર્ક શોપ. *"દિવ્ય* *બસંત" આંતરરાષ્ટ્રીય* *સાંસ્કૃતિક ઉત્સવ* 28" સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર, 2022 ના ભ્રહ્મા કુમારી માઉન્ટ આબુ દ્વારા આયોજિત, રાજસ્થાન માં કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં ચિત્રકલા ક્ષેત્રે આગવું નામ ધરાવતી કિંજલ ઓડેદરાને ફરી એકવાર અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી તેમની ચિત્રકલાની શ્રેષ્ઠ કામગીરી બદલ ચિત્ર સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે
પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકા ના થોયાના ગામ ના વતની માજી સરપંચ રામભાઈ ઓડેદરા ની પુત્રી કિંજલબેન ઓડેદરા એ કલા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી ત્યારે ફરી એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો.
*2022 દિવ્ય બસંત"*
*"આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવ"*
*રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા -com - વર્ક શોપ.* આ ચિત્ર સ્પર્ધામાં પોરબંદર જિલ્લામાંથી માત્ર કિંજલબેન ઓડેદરા મહેર જ્ઞાતિ માંથી એક જ ત્યાં ચિત્ર સ્પર્ધા માં પસંદગી પામતા મહેર જ્ઞાતિ , ગામ અને પોરબંદર ગર્વ ની લાગણી અનુભવી રહ્યાં છે. આ ચિત્ર સ્પર્ધામાં ભારતના અલગ અલગ ક્ષેત્રોમાંથી ચિત્રકારો આવ્યા હતા ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક દેશભરના ખૂણે ખૂણેથી લગભગ 300 થી પણ વધારે ચિત્રકારે સાથે મળી અને પોતાના ચિત્રો ને રંગો અને પીંછી થી કેન્ડવાસ ઉપર કંડારિયા હતા ત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે કિંજલ ઓડેદરા એ મહેર નો મણીયારો રમતા વિઘ્નહર્તા ગણેશજી ની પ્રતિમા રંગો અને પીંછી વડે પોતાના પોતાના કેનવાસ પર ભાતીગળ પ્રાચીન મણીયારો રમતા ગણેશજી ની પ્રતિમા કંડારવાનો પ્રયત્ન કર્યો હતો આજે મહેર નો મણીયારો વિશ્વ ફલક ઉપર છે ત્યારે નવરાત્રીમાં સાક્ષાત ગણેશજી રમતા હોય એવો એક આભાસ પણ વ્યક્ત થાય છે વિઘ્નહર્તા ગણેશજી બધાના મનના મનોરથ પૂરા કરે ..
ઘણા વર્ષો થી વતન થી દુર મહેર ના આ યુવતી કિંજલબેન અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે અને અનેક વાર ક્લક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ આ વખત આ મહેર યુવતી ની કલાની અનેરી સિદ્ધિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સન્માનિત કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કલા શિક્ષક તરીકે શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ મા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.મુંબઇ ખાતે હોટેલ તાજ માં "સ્પંદન દ્વારા આયોજિત નેશનલ આર્ટ ટીચર એવોર્ડ 2021" માં આ મહેર યુવતી ને રાજ્યના એક માત્ર કલા શિક્ષક તરીકે નેશલ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં મહેર જ્ઞાતિ ,ગામ અને પોરબંદર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
કિંજલબેન સાથે આ વિષય પર વાત કરતા એમની અનુભુતી જણાવવા કહેલ, કીંજલબેન ભાવવિભોર થતા, ઈશ્વર, પરિવાર , મિત્રો ,,ગુરુ જ્ઞાતિજનો , આભાર વ્યક્ત કર્યો હતો.
હાલ કીંજલબેન ભારત ના અલગ રાજ્યોમાં વ્યવસાય રૂપે તમેની કલા પ્રદર્શનર્શના વ્યવસાય માં જોડાયલે છે. તદુપરાતં આ ઉપરાતં કીંજલબેન ક્લા ક્ષેત્રે નતનવીન અનેક
પ્રવત્તિૃત્તિ સાથે જોડાયલે છે અને ક્લાક્ષેત્રે નવયુવાન-યવુતીઓને પ્રોત્સાહન પરૂં પાડે છે અને તમેના બનતા પ્રયત્નોથી થતી મદદ પણ કરેછે.
કિંજલબેન ઓડેદરા પોતાની જ્ઞાતિ માટે ગૌરવ અનુભવે છે ત્યારે અઠવાડીયાનો એક દિવસ પોતાની જ્ઞાતિ ને free online શિક્ષણ પણ આપે છે મહેર ના દિકરા દિકરીઓને અને કોઈપણ બાળકો આર્ટ્ ક્ષેત્રમાં આગળ વધવાનો શોખ હોય તેઓ આ ક્લાસ જોઈન્ટ કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.