બોટાદ શહેર માં ચાલતી બેફામ રિક્ષા ચાલકો વિરૂધ્ધ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બોટાદ પ્રાંત ને ફરિયાદ
બોટાદ શહેર માં ચાલતી બેફામ રિક્ષા ચાલકો વિરૂધ્ધ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બોટાદ પ્રાંત ને ફરિયાદ
વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી અમરીશભાઈ તેમજ બજરંગ દળ બોટાદ જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાઘેલા તેમજ બજરંગ દળ કલ્પેશભાઈ વાવડી તેમજ બજરંગ દળ રાવળદેવ વગેરે કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં અસામાજીક તત્વો અને લારીવાળાઓ દ્વારા ગ્રામ્ય તેમજ શહેરના બહેનો ખરીદી કરવા આવે ત્યારે દ્વિ ભાશી શબ્દ પ્રયોગ તેમજ રીંગ અને વટાણા જેવા આંગળીના ટેરવે થી બેન દિકરીઓ ઉપર ઘા કરે છે. તેમજ રસ્તા ઉપર લારીઓ રાખી લોકોને પરેશાની નો સામનો ભોગવો પડે છે, તેમજ રેલ્વે સ્ટેશનથી ટાવર રોડ, ઉપર બેફામ રિક્ષાઓ ચલાવે છે, તેમજ રિક્ષાઓ ગેરકાયદેસર ચાલે છે, તેમજ અસામાજિક તત્વો જાહેર સ્થળો ઉપર બાઈક ઉપર સુતા હોય છે, બેઠા હોય છે અને સ્કૂલ, કોલેજ છુટવાના સમયે અમુક આવારા તત્વો રોમિયોગીરી કરતા હોય છે. તો સ્કૂલ, કોલેજ છુટે ત્યારે પોલીસ પેટ્રોલિંગ અથવા પોલીસવાન ત્યાં ઉભું રહે એવી વ્યવસ્થા કરવા આપશ્રી સાહેબને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રજૂઆત કરવામાં આવી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.