પ્રકૃતિ પ્રેમીઓનું મીડિયામાં અભિયાન
શહેરના સેક્ટર 28 પાસેના ચરેડીની 14 એકર જમીનમાં બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર બનાવવામાં આવનાર છે. જેના માટે 800 વૃક્ષો ઉપર વિકાસની કરવત ચલાવવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા વૃક્ષો કાપવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે આ વિસ્તારમાં 30 હજાર કરતા વધારે પોપટ રાતે આસરો લઇ રહ્યા છે. જેને લઇને પોપટનો છીનવાતો આસરો બચાવવા માટે શહેરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડીયામાં પોપટનો છીનવાતો આસરો બચાવવા અભિયાન શરુ કરવામા આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.